Abtak Media Google News

આવી દવા તબીબના યોગ્ય પ્રિષ્ક્રપ્શન વિના વેચશો  નહીં: આરોગ્ય તંત્રની દવા વિતરકોનૈ સુચના

કોરોનાને અટકાવવા સરકાર દ્વારા વિવિધ પગલા લેવાઇ રહ્યા છે  ત્યારે લોકો કોરોનાના ગભરાટમાં મેલેરીયાની દવા લેવા માટે મેડિકલ સ્ટોર પર ધસારો કરી રહ્યા છે. સરકારે મેલેરીયાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા તબીબો, આરોગ્ય કર્મચારીઓ અને કોરોનાના શંકાસ્પદ દર્દીઓને સેવા કરી રહેલાઓને મળી રહે તે માટે સરકારે યોગ્ય તબીબો પ્રિસ્ક્રીપ્સનના આધાર જ વેચવા તાકીદ કરી છે.

Advertisement

કોરોનાના શંકાસ્પદ કેસમાં મેલેરીયા વિરોધી દવા હાઇડ્રોકસી, કલોરોકવીન દવાના ઉપયાગેની સરકારે મંજુરી આપી છે ત્યારે ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ અને ડ્રગીસ્ટે તમામ છૂટક વિક્રેતાઓને દવાના વેચાણ પર નિયંત્રણ મુકી ૧પ કે ર૦ દિવસથી વધારે દવા ન આપવા આદેશ કર્યો છે.

નેશનલ ફાર્મા પ્રાઇસીંગ ઓથોરીટી અને કેટલાક રાજયના દવા સત્તા તંત્રે ફાર્મા વિતરકો અને કેમીસ્ટરોને કોવિંદની તાકીદની સારવાર માટે વપરાતી હાઇડ્રોકસી કલોરોકવીન, કલોરોકવીન અને લોપનવીર, રીટોનવીર જેવી દવાઓને કોઇપણ વ્યકિતને એમ.ડી. (મેડિકલ) કે શ્ર્વાસન તંત્રના રોગોના નિષ્ણાંતની ભલામણ વિના નહીં  વેચવા આદેશ કર્યો છે.

અત્રે એ યાદ આપીએ કે ભારતમાથી આ દવાઓની ૮૦ ટકા નિકાસ કરવામાં આવે છે પણ દેશમાં હાલ આવી દવાઓની જરૂર હોય ઉત્પાદકોને આવી દવાઓની નિકાસ કરવાને બદલે  દેશમાં જ ઉપયોગ લેવા સરકારે જણાવ્યું છે.

સોમવારે આરોગ્ય  મંત્રાલયે કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો, આરોગ્ય કર્મચારીઓ અને શંકાસ્પદ દર્દીઓની સારવાર કરી રહેલા પરિવારજનોના ઉપયોગ માટે જ રાખવા આદેશ ર્યો છે. જો કે કેટલાક દવા વેચનારાઓએ જણાવ્યું હતું કે લોકો કોરોનાનો ચેપ ન લાગે તે માટે આવી દવાઓ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.