Abtak Media Google News

લત્તા મંગેશકરથી લઈ આશા ભોંસલે સુધીના કલાકારો સાથે મુંબઈમાં સંગીત આપનાર સંગીત નાટ્ય એકેડેમીના ચેરમેન પંકજ ભટ્ટ ‘અબતક’ સાથે વિશેષ વાતચીત

સંગીત શબ્દ જ સંસ્કૃત ભાષામાંથી ઉદ્ભવેલો છે. સમ + ગીત એટલે કે સમનો અર્થ અહીં સમાન બરાબર અને સારી રીતે એવા શબ્દો ઉપયોગ થઈ શકે. ત્યારે ગીત એટલે કે ગાયન, ગીતને સારી રીતે ગાવાથી તે સમ + ગીત એટલે સંગીત બને છે. આમ તો વાજીંત્ર, ગીત અને નૃત્ય ત્રણેયના સમન્વયથી સંગીત બને છે.

Advertisement

ગુજરાતમાં પણ વિવિધ ઢબમાં પ્રાચીન-અર્વાચીન ગીતો, લોકગીતો, વિવિધ રાગ જેમ કે, રાગ ભૈરવી, બીલાવલ, રાગ કલ્યાણ, મારવા, ખમાજ એમ કેટલાય રાગો આદીકાળથી ગવાતા આવ્યા છે. મુળ ભગવાન શિવજીને રાગ શ્રી, મેઘ, દિપક, હિંડોળ અને ભૈરવીના મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રમાંથી પણ કેટલાક કલાકારો જેમ કે, ઝવેરચંદ મેઘાણી, દિવાળીબેન ભીલ, પંકજ ભટ્ટ, હેમંત ચૌહાણ, ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી જેવા સંગીતના સીતારાઓએ કાઠુ કાઢયું.

એવા જ સાહિત્ય અને સંગીત ક્ષેત્રે નાનપણથી જ રસ ધરાવતા સંગીતકાર અને સંગીત નાટક એકેડમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટે ‘અબતક’ના વિશેષ કાર્યક્રમમાં પોતાની કારકિર્દી વિશે કેટલાક રસપ્રદ કિસ્સાઓ વાગોળ્યા હતા. સંગીતના ક્ષેત્રમાં તમને કઈ ઉંમરે રસ પડયો અને કયા પ્રકારની તાલીમ લીધી? તેમ પુછતા તેમણે જણાવ્યું હતુ કે સંગીતની યાત્રાતો ખૂબજ નાનપણથી શરૂ કરી છે.

સ્કુલના સમયથી મને મ્યુઝીક અને સ્પોર્ટ્સમાં રસ હતો ગાંધીનગર એકેડેમીમાં અમુભાઈ જોષીને ત્યાંથી મેં સંગીતની તાલીમ લીધેલી છે. સીતાર, રીધમ અને થોડુ વોકલ પણ કરેલુ અને સીતારમાં વિશારદ કરેલું અને એ સાથે ક્રિકેટનો પણ શોખ હતો. એવો જ ક્રેઝ આ ઉંમરે પણ ખરો એ પછી ધીમેદીમે સંગીતના માહોલમાં અમે આવ્યા સંગીતમાં કલાસીકલ મ્યુઝીક શીખ્યા.

કેસેટના સમય બાદ ત્યારે મ્યુઝિક આપ્યું એ અને સીડીમાં મ્યુઝીક આપ્યું તેની સફર વિશે માહિતી આપો તે વિશેષ જણાવતા કહ્યું હતુ કે ટીવીનું તો માધ્યમ હતુ જ નહિ એટલે અમે ઓરકેસ્ટ્રાથી શરૂઆત કરી હતી એ સમય આર.ડી. બર્મનનો જમાનો હતો. તેમના ગીતો ખૂબજ હીટ રહેતા હતા. જેમાં લતા મંગેશકર, આશા ભોંસલે જેવા કલાકારોને સાથે રાખીને અમે ૧૦ વર્ષ ઓરકેસ્ટ્રા ચલાવ્યું રાજકોટ રેકોર્ડીંગ સ્ટુડીઓમાં અમને કોઈને જરૂર પડે તો સારા રેડિયો કલાકારોને અમે બોલાવતા એ પછી અમને થયું કે એક મલ્ટી ઈન્સ્ટુમેન્ટ હોવું જોઈએ એ પછી મુંબઈથી તે ઈન્ટ્રુમેન્ટ વસાવ્યા અને વેસ્ટર્ન ઈન્ટુમેન્ટની તાલીમ લીધી.

રાજકોટમાં સ્ટુડિયો બનાવવાનો વિચાર કર્યો જેમાં સારા કલાકારો આવી શકે અને રેકોર્ડીંગ પણ કરી શકીએ એ પછી અમે કલાસીકલ વેસ્ટર્ન વગાડતા હતા. લોકસંગીતનું એટલુ જ્ઞાન નહતુ એ સમયે લોકસંગીતના કલાકારોને સ્ટુડીમાં લઈ આવવા એ ખાલી મુંબઈમાં બનતું પછી અમે પણ તે કલાકારોને અમારા સ્ટુડીઓમાં લાવવાની શરૂઆત કરી ધીમેધીમે જલારામ બાપાના ભજનોથી અમે કેસેટ બનાવવાની શરૂઆત કરી આમ દિવસે અમે રેકોર્ડીંગ કરતા અને રાત્રે અમે ઓરકેસ્ટ્રાના પ્રોગ્રામો કરતાં ધીમેધીમે લોકસંગીતના સ્ટુડીઓની શરૂઆત કરી અને સમય જતા કલાકારો અમારા સ્ટુડીઓમાં પણ આવવા લાગ્યા મારા લોક સંગીતના ગૂરૂ નાનજીભાઈ છે.

જેમની સહાયથી અને વિવિધ ભજનો અને ગીતોની શ‚આત કરી એ ૫ વર્ષમાં દિવાળીબેન ભીલ, નારણ વ્યાસ, પ્રાણલાલ વ્યાસ જેવા સારામાં સારા કલાકારો આ સ્ટુડીઓમાં રેકોડીંગ કરવા આવવા લાગ્યા ગઢવી અને બારોટ સમાજના તજજ્ઞો પાસેથી લોક સંગીતની કળા શીખવા મળી અરવિંદભાઈ બારોટ પ્રફુલભાઈ દવે એ બધા જ કલાકારો સાથે કામ કરવાની તક મળી ત્યારબાદ વિડિયો આલ્બમનો સમય આવ્યો જેમાં અમે લાઈવ વિડિયો કર્યા, ફિલ્મો પણ કરી.

અત્યારના યુવાનોને આપણું લોકસંગીત સાંભળવુ ગમે છે કે નહિ? ત્યારે તેમણે જણાવ્યું કે મે એક લોકગાયક ગુજરાત કરીને બે સીરીયલ કરી જેમાં પાંચ હજાર જેટલા છોકરાઓનો વોઈસ ટેસ્ટ લઈ મુંબઈથી માંડીને સૌરાષ્ટ્ર-કચ્છ છોકરાઓને બોલાવી અમે શોની બે સીઝન કરી એટલે એની અંદર મે જોયું કે દરેક કલાકારોને આપણા દરેક ગીતોની ખબર છે. તેને કેવી રીતે રજૂ કરવા તેનો પણ ખ્યાલ છે.

યંગ છોકરાઓને વેર્સ્ટન ગીતોનું વધુ ગમતા હોય તો સ્વાભાવિક છે પણ હેમુ ગઢવીનું ગીત ‘ચાંદો ઉગ્યો ચોકમાં…’, ‘મન મોર બની થનગાટ કરે’…, યુવાઓમાં પણ પ્રખ્યાત છે. પરંતુ એ લોકોને ખબર નથી તો એ લોકોને અમે સારા તજજ્ઞો પાસેથી ગવરાવી સારા સારા ગીતો ગાતા ત્યાંની લેગ્વેજ પ્રમાણે અમે તેમને માર્ગદર્શન આપ્યું ઉપરાંત અમે કીર્તીદાન ગઢવી, ઓસમાણભાઈ, હેમંતભાઈ એ લોકોને દસેક છોકરાઓ સોંપ્યા કે આ છોકરાઓને તમે માર્ગદર્શન આપો એ લોકોને ખબર નથી કે હેમુ ગઢવી કોણ છે. એ લોકોને ખબર નથી કે ઝવેરચંદ મેઘાણી કોણ છે, રમેશભાઈ પારેખ કોણ છે. એ માટે યુવા પેઢીને આપણી ધરોહર, બંધારણ પરનું બેઝીક નોલેજઆપીને અમે તેમના લેકચર્સ લેતા

લોકસંગીતના કયાં કયાં શો લાગે છે અને એનું મહત્વ એ છે. હૈયામાં વસી જાય છે. પછી અત્યારે ગીરજુ બારોટ, કિરણ ગઢવી, કિંજલ દવે આ બધાએ સાથે મળી ઈટીવીમા બે સીરીયલનો આખો પ્રોગ્રામ હતો એમાંથી આ સિતારાઓ ચમકયા હતા. અત્યારે તમે એ લોકોને કહેશો કે ઝવેરચંદ મેઘાણીનું કયું ગીત ગાશો તો એમની પાસે ધણા ગીતો હશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતે પણ સંગીતના શોખીન છે તેઓ પણ ખૂબ સારૂ સંગીત જાણે છે એમને પણ નવો પ્રોગ્રામ કલામહાકુંભ શરૂ કર્યો ખેલ મહાકુંભ ચાલુ હતો ત્યારે હું વાઈસ ચેરમેનની જવાબદારીમાં હતો ત્યારે કલા મહાકુંભ પહેલીવાર જ મૂકયો તેવી જ રીતે નરેન્દ્રમોદી પણ જયારે મુખ્યમંત્રી હતા.

ત્યારે એકેડમીનું કામ ખૂબ સરસ રીતે કર્યુ હતુ એકેડેમીમાં કયા પ્રોગ્રામ કેવી રીતે કરવા અને વધારેમાં વધારે તહેવારો ઉજવાય અને વધારેમાં વધારે કલાકારોને કામ મળે એ સ્તરથી શરૂ કર્યું અને વિજયભાઈએ ધરોહર આગળ ચલાવી કલા મહાકુંભમાં લગભગ ગુજરાતનાં ૧૦,૦૦૦ કલાકારોને આવરી લેવામાં આવે છે. એવી જ રીતે એ પ્રેરણા અમે એકેડમીમાં લીધી છે. છેવાડાના વિસ્તારોમાં વસતા કલાકારો કે જેની પાસે સ્ટેજ કે મિડિયા નથી, જેને શિક્ષણ અને માર્ગદર્શનની જ‚ર છે એને સ્ટેજ મળવું જોઈએ.

એકેડેમીના હેડ તરીકે હું રહ્યો પછી મેં ગુજરાતી ફિલ્મોની શ‚ાઅત કરી ગોવિંદભાઈ પટેલ, સારાભાઈ, અશોક પટેલ, એમની હિન્દી ફિલ્મ કરી એવો એક દસ વર્ષનો ગાળો એવો ગયો કે ૧૦૦થી વધારે ગુજરાતી ફિલ્મો કરેલી છે. પંખીડા તુ ઉડી પાવાગઢ રે…. આ ગીત પહેલી વહેલી કેશોર ચંદનફિલ્મ કરેલી હતી નરેશભાઈ કંનોરીયા અને હિરોઈન શીલ હતા એની અંદર મને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો સરકારનો એક એવોર્ડ મળે એટલે અંદરથી જ એનર્જી મળતી હતી. કયારેક રેકોર્ડીંગ કરવા માટે મુંબઈ જવું પડતું હતુ એટલે મોતી વેરણા ચોકમાં ફિલ્મ કરી પછી રણજીતભાઈને કેસરચંદન કરી ત્યારે પંખીડા તુ ઉડી જજે મારૂ ગીત ચાલતુ હતુ.

એ સુપર હીટ થયું મારે એના પરથી એક ફિલ્મ બનાવી જેનું નામ એ જ રાખ્યું ત્યારે એ બધી ફિલ્મ ખૂબ સારી ગઈ જેમાં નરેશભાઈ હિરો તરીકે હતા ઉપેન્દ્રની અમે બે ફિલ્મો કરી છે. મહિરાજ બારોટ એની પહેલી ફિલ્મ મેં કરી એમાં રેકોર્ડ મ્યુઝીક અને રેકોર્ડ આલ્બમ્સના અમને એવોર્ડ મળ્યા અને એમની છેલ્લી ફિલ્મ મેના પોપટમાં પણ લોકસંગીત કલાકાર તરીકે અવસર મળ્યો પહેલા એવું હતુ કે સારા ગાયક પર ફિલ્મ થતી એટલે એક સમયે એવું થયું કે ગુજરાતી ફિલ્મ તો કરી હવે હિન્દી ફિલ્મ કેવી રીતે કરવી પછી હિન્દી ફિલ્મના કમ્પોઝ તૈયાર કર્યા પછી અમારા વડીલ અને સંગીત મીત્ર રણજીતએ મને એમ કહ્યું કે આપણે ફિલ્મ બનાવીએ એટલે અમને અગ્નિકાર ફિલ્મ બનાવી ત્યારે પ્રસિધ્ધી પણ ઘણી મળતી હતી,.

શંકરસિંહ વાઘેલા દ્વારા મને એવોર્ડ મળ્યો. નાનપણથી એવી ભાવના હતી કે સંગીતમાં આગળ વધ્યો લોક સંગીતના ઈન્સ્ટુમેન્ટ હું બખૂબી જાણતો હતો એ પછી નરેન્દ્રભાઈ મોદીનું સદભાવના વિઝન ચાલુ થઈ એમા મને રાજકોટથી મને કામ સોપ્યું જેના દરેક પ્રોગ્રામમાં દરેક લોકલ કલાકારોને આવરી લીધા હતા. દરમ્યાન કાર્યકારી ચેરમેન જે સમય હતો એમા ઘણી નવી યોજનાઓ વિજયભાઈના માર્ગદર્શનમાં લાવ્યા છો. લોકસભા સાંસ્કૃતિક વિભાગની તો એકેડેમી યોજનાઓનાં કયા કયા પ્રોગ્રામ છે? સંગીત નાટય એકેડમીનું વધારેમાં વધારે ડેવલોપમેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલા બધા સંગીત તજજ્ઞ હતા. એમણે સંગીતને નિરખ્યું હતુ દરેક તહેવારોમાં દરેક નાના કલાકારોને કામ મળે એવું કાર્ય કરેલુ છે.

પહેલો પ્રોગ્રામમાં તાનારીરી અને તાનસેનના કરાવ્યા અને પછી એ બધા કાર્યક્રમો કરવાની જવાબદારી મારી હતી જેમાં નવા કલાકારોને સ્થાન આપતા અમે લોકો એવોર્ડ આપવાનું પણ નકકી કરેલું હતી આ વખતે પણ ખૂબ સરસ સ્ટેજ મૂકી તાનારીરી અને તાનસેનની મૂર્તિ મૂકી હતી. હવે આગામી સમયમાં ઓમકારનાથ ઠાકુરનો કોઈ કાર્યક્રમ આ વખતે ઓમકારનાથ ઠાકુરે બરોડા, જૂનાગઢ, જામનગર દરેક જગ્યાઓ ડિવાઈડ કરી છે એમાં અગત્યના એક આદિત્ય રામજી શાસ્ત્રી આપણા જામનગરમાં થયા એ સંગીતકાર આમાંથી આવ્યા હતા. શાસ્ત્રી મહોત્સવમાં મહિલા શાસ્ત્રી મહોત્સવ છે. તાનારીરી મહોત્સવ છે.

આ વર્ષે તાનારીરી મહોત્સવ ૭ જૂનમાં રાખેલો છે. એમાં રાષ્ટ્રીય લેવલે સંગીતના તજજ્ઞોને અમે એવોર્ડ આપીએ છીએ વર્લ્ડ નૃત્ય દિવસે પણ અમે સારા સારા કલાકારોને એવોર્ડ આપીએ છીએ. યંગસ્યરોમાં અત્યારે કલાસીકલમાં સુગમ સંગીત છે. તો સુગમ સંગીતમાં સોમીલ પ્રતીર વોરા, નિધિ ધોળકીયા, ગાર્ગી વોરાના પ્રસંગોપાત સારા કાર્યક્રમોમાં બોલાવી છીએ દરેક સારા ગાયકો અને વાદકોને અમે આવરી લઈએ છીએ છતા કોઈ રહી જાય તો તેના માટે સ્પેશીયલ પ્રોગ્રામ કરી સ્ટેજ પૂ‚ પાડીએ છીએ વૈશ્નવજન તો તેને રે કહીએ લતા મંગેશકર પાસે ગવડાવ્યું છે. પ્રફુલ દવેના પણ સારા સંગીતો પણ છે ગરબાના આલ્બમ્બમાં પણ બધા સારા કલાકારોને સમાવી લીધા છે.

તમારા ફેવરીટ સીંગર વિશે પૂછતા તેમણે જણાવ્યું કે હું મારો ફેવરીટ સીગર ગોતુ છું કે કોઈ નવો છોકરો આવે એને હું શીખવાડું એની પાછળ હું મહેનત ક‚ અને એ આગળ વધે બીજા ઘણા સંગીતકારો પાસે ગીત ગવડાવ્યા પછી પણ એમ લાગે કે આ બેસ્ટ છે. પણ હવે બીજુ કોણ આવશે એનાથી બેસ્ટ એટલે રાષ્ટ્ર અને ગુજરાતને કલાકારની જ‚ર છે. એમાં રાષ્ટ્રભાવના હોવી ખૂબ જ‚રી છે.

ગુજરાત સરકાર સંગીત નાટય એકેડેમી અત્યારે એક કામ કરી રહી છે. સારી સરકાર સારો વહીવટ યોગ્ય અને ઉત્તમ માર્ગદર્શન સંગીતકારને આપી એ સંગીતના માર્ગદર્શનના સપોર્ટથી એકેડમી ચાલી રહી છે. મારો ઉદેશ એ છે કે વધારેમાં વધારે સંગીત નૃત્ય કલાકારો ને હું આમંત્રણ આપું છુ કે અમારી પાસે એપ્લાય થાય અને સરકારી યોજનાઓ અને સરકારના પ્રોગ્રામનો લાભ લેવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.