Abtak Media Google News

ચૂંટણીઓના પરિણામો બાદ મશીનમાં ગોટાળો થયો હોવાના આક્ષેપોને પાયા વિહોણા સાબીત કરવા ચૂંટણીપંચનો વધુ એક પ્રયાસ

વીવીપેટ મશીનમાં નવા રોલ અને સેન્સર માટે તૈયારી

ચૂંટણીઓના પરિણામો બાદ ઈવીએમ પર અવાર-નવાર આંગળીઓ ચિંધવામાં આવે છે. જેથી તેની વિશ્વાસનીયતા વધારવા ઈવીએમમાંથી સ્લીપ નીકળે તેવી વ્યવસથા ચૂંટણીપંચ દ્વારા કરાઈ હતી. જો કે મશીનમાંથી પરચી નીકળ્યા છતાં તેના પર વિશ્વાસ કરવામાં આવતો નથી. જેથી ચૂંટણીપંચ હવે વીવીપેટ મશીનમાં અલગ જ પેપર રોલ અને સેન્સર મુકવાની તૈયારી કરી રહ્યું છે.

થોડા સમય પહેલા ચાર લોકસભા ચૂંટણી અને ૧૦ રાજયસભાની બેઠકો પર પેટા ચૂંટણીમાં વીવીપેટનો ઉપયોગ કરાયા બાદ ફરીથી તેના પર અવિશ્વાસ વ્યકત કરવામાં આવ્યો હતો. જેથી હવે ઈવીએમમાંથી નીકળતી કાપલી ઉપર શંકા ન થાય તેવા હેતુી મશીનમાં સેન્સર ગોઠવવામાં આવશે.

ઘણા સમયથી કોંગ્રેસ સહિતના પક્ષો ઈવીએમ મશીન ઉપર શંકા વ્યકત કરી ચૂકયા છે અને ફરીથી બેલેટ પેપરથી ચૂંટણીઓ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ રજૂઆત કરાઈ છે. જો કે, હજુ સુધી ઈવીએમમાં ગોટાળા થઈ શકે તેવું સાબીત થઈ શકયું નથી. પરિણામે ઈવીએમમાં છેડછાડ થાય તેવો આરોપ પાયા વિહોણો છે છતાં પણ લોકોનો ઈવીએમ પરનો વિશ્વાસ બરકરાર રહે તેવા આશયી ચૂંટણીપંચ વીવીપેટ મશીનમાં સેન્સર મુકવાની તૈયારી પણ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.