Abtak Media Google News

બાળક માતાને સોંપવાના હુકમ સામે કરેલી અપીલમાં નીચેની કોર્ટને યોગ્ય રાખતી સેસન્સ કોર્ટ

શહેરના રહેતા અમીત ઉર્ફે ગોપાલ પરસોતમભાઇ ગોંડલીયા નામના યુવકના લગ્ન વિલાસબેન સાથે તા. ૧૧-૩-૧૧ ના રોજ લગ્ન થયેલા બાદ લગ્નજીવનથી પુત્રનો જન્મ થયેલા બાદ દંપતિ વચ્ચે નાની નાની બાબતે ઝઘડા બાદ પત્નીને ત્રાસ આપતા રિસામણે ચાલી ગઇ હતી. અને પતિ સહીત સાસરીયા સામે ધરેલું હિંસા હેઠળ ફરીયાદ આપેલા.

Advertisement

આ સમયગાળા દરમ્યાન પત્નીની ભરણપોષણની કોઇ જવાબદારી સામાવાળાએ નીભાવી ન હોઇ તેથી પત્નીએ કોર્ટ સમક્ષ સદરહું કાયદા અન્વયે અરજી કરેલી ત્યારબાદ કોર્ટએ પ્રોટેકશન ઓફીસરનો રીપોર્ટ મંગાવેલો અને સામેવાળાઓને નોટીસ ઇસ્યુ કરતા કોર્ટ સમક્ષ હાજર થયેલા હતા. અરજી સાથે લેખીત જવાબ વાંધા રજુ કરેલા હતા. બાદ ભરણપોષણની ખાસ જરુરીયાત હોય તેથી વચગાળાનું ભરણપોષણ મેળવવા તેમજ સગીર બાળકની કસ્ટડી પિતાની હોય અને બાળકની યોગ્ય સાર સંભાળ ન રાખતા હોય તેથી બાળકની કસ્ટડી મેળવવા સંયુકત અરજી કરવામાં આવેલી હોય તેથી સદર વચગાળાની અરજી સાથે પત્નીએ લેખીત જવાબવાંધા રજુ કરેલા હતા.

બાદ સદરહું વચગાળાની અરજી સાંભળવા પર આવેલી જેમાં પરિણીતાના એડવોકેટ ની દલીલમાં ઓશીયાળુ જીવન પસાર કરે છે. ભરણપોષણ કરવાની જવાબદારી પતિની છે તેમ છતાં તે અંગે કોઇ પ્રકારની વ્યવસ્થા કરેલી નથી. કાંઇ કમાતા નથી. પતિ સીવીલ કોન્ટ્રાકટર તરીકે કામ કરી માસીક રૂ ૫૦ હજાર જેવી આવક મેળવે છે. સ્થાવર તથા જંગમ મીલ્કત ધરાવે છે. વિગેરે ધારદાર દલીલો કરવામાં આવેલી હતી.

તેમજ સગીર પુત્રની કસ્ટડી મેળવવાની અરજી પર દલીલો કરવામાંઆવેલી તેમજ વિવિધ વડી અદાલતોમાં ચુકાદાઓ ટાંકવામાં આવેલા હતા આમ પરિણીતાના એડવોકેટની દલીલો ગ્રાહ્મ રાખી કોર્ટએ અરજદારની વચગાળાની અરજી મંજુર કરી એવો હુકમ ફરમાવેલછે કે અરજદારે કરેલ મુળ અરજીની તારીખથી પત્નીને ભરણપોષણ પેટે માસીક રૂ પ હજાનર તથા બાળકની કસ્ટડી હુકમ થયેીથી ૭ દિવસમાં માતાને સોંપી આપવી તેમજ બાળકને માસીક રૂ૩ હજાર મે.ર૦૧૮ થી ચુકવી આપવા હુકમ ફરમાવેલો હતો. સદરહું હુકમથી પતિ નારાજ થઇ અપીલ.

કોર્ટમા ચેલેન્જ કરેલી જે અપીલના કામે બંને પક્ષે દલીલો કરવામાં આવેલી હતી જેમાં મુળ અરજદાર તરફે રોકાયેલા એડવોકેટની દલીલો માન્ય રાખી પતિની અપીલ નામંજુર કરી ટ્રાયલ કોર્ટનો હુકમ કાયમ રાખતો સેસન્સ કોર્ટે હુકમ કયો છે.આ કેસમાં મુળ અરજદાર વીલાસબેન ગોંડલીયા, ધારાશાસ્ત્રી અલ્પેશ પોકીયા, વંદના રાજયગુરુ, કેતન સાવલીયા ભાર્ગવ પંડયા: અમીત ગડારા પરેશ મૃગ, રીતેશ ટોપીયા અને મોહીત રવીયા વિગેરે રોકાયેલા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.