Abtak Media Google News

મવડી ચોકડી ખાતે અનાવરણ કાર્યક્રમ, નાના મવામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સભા સંબોધશે

માયાભાઈ આહિર અને રાજભા ગઢવીના લોકડાયરાનું આયોજન

આહિર અગ્રણીઓએ ‘અબતક’ની મુલાકાતમાં આપી વિગતો

આહિર સમાજને આશરા ધર્મનું ગૌરવ અપાવનાર તેમજ રા’નો વંશ રાખવા માટે પોતાના દિકરાનું બલિદાન આપનાર દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આગામી રવિવારના રોજ મવડી ચોકડી ખાતે કરવામાં આવશે.

Advertisement

આ સાથે નાના મવા ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સભા સંબોધશે.આપ્રસંગે માયાભાઈ આહિર અને રાજભા ગઢવીનો લોકડાયરો યોજાશે જે અંગે વિસ્તૃત વિગત આપવા આહિર અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

1 36આ તકે આહિર સમાજન સાંસદ પૂનમબેન માડમ તેમજ ગુજરાત રાજયના મંત્રી વાસણભાઈ આહિર, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, ચેરમેન બીજ નિગમ ગુજરાત રાજય રાજશીભાઈ જોટવા, ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, ધારાસભ્ય અમરીશભાઈ ડેર, વડોદરા મેયર, ભરતભાઈ ડાંગર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, રાજકોટ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, તેમજ રાજકોટ મહાનગરપાલીકાના સર્વે પદાધિકારીઓ અને આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમજ આહિર સમાજનું ધરેણુ માયાભાઈ આહિર લોક સાહિત્યકાર તથા ચારણી સાહિત્યની ધરોહર રાજભા ગઢવી દ્વારા લોકડાયરાની જમાવટ કરાવશે.

આ કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલીકાના સંપૂર્ણ સહયોગથી યોજવામાં આવશે કાર્યક્રમમાં આહિર સમાજને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવાની હાંકલ કરવામાં આવી છે.

આ અનાવરણ વિધીને સફળ બનાવવા આહિર સપુત શ્રી દેવાયત બોદર સેવા સમાજ સમિતિના સભ્યો નિર્મળભાઈ મહેતા, વિજયભાઈ વાંક, હિરેનભાઈ ખીમાણીયા, મહેશભાઈ માખેલા, તુલશીભાઈ ડાંગર, શૈલેષભાઈ ડાંગર, મનસુખભાઈ બાળા, જશુભાઈ રાઠોડ, મહેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીચા, સુરજભાઈ ડેર, જેઠસુરભાઈ ગુજરીયા, કરસનભાઈ મેતા તેમજ આહિર સમાજના તમામ આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.