Abtak Media Google News

ભાવિકોમાં અનેરો ઉત્સાહ – જીનાલય – ઉપાશ્રયમાં મનોરમ્ય શણગાર

Advertisement

જૈન ધર્મમાં અનોખુ મહત્વ ધરાવતા પર્વાધિરાજ પર્યુષણ પર્વનો કાલથી એક સપ્તાહ સુધી દેરાવાસી જૈનસમાજ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવશે. જૈન સમાજમાં સતત આઠ દિવસ સુધી તપ ઉપવાસની  આરાધનાનો પ્રારંભ થશે.

Whatsapp Image 2022 08 23 At 11.15.13 Am

કાલથી વિવિધ દેરાસરોમાં દરરોજ સવારના સમયે જૈન મૂનિઓ દ્વારા વ્યાખ્યાન તેમજ જીનપુજા અને જીનવાણીના શ્રાવણ તેમજ વ્યાખ્યાન થશે તથા સાંજે પ્રતિક્રમણ અને ત્યારબાદ  આદેશ્ર્વર દાદા, વાસુપૂજય સ્વામી અને મહાવીર સ્વામીને વિવિધ અને વિશિષ્ટ ફુલો, ડાયમંડ, ચાંદી અને દિવડા શણગાર, કઠોળ  આવી રીતે વિવિધ આંગી કરી જૈનો બને છે મહાવીરમય.

Whatsapp Image 2022 08 23 At 11.15.11 Am

 

આવતીકાલ, તા. ૨૪ને બુધવારથી દેરાવાસી અને સ્થાનકવાસી જૈનોમાં મહાપર્વ, પર્યુષણનો શુભારંભ થશે. આ અવસરે વધાવવા રાજકોટનાં દરેક દેરાસર (જીનાલય) અને ઉપાશ્રયમાં મનોરમ્ય શણગાર કરાયો છે. ગત બે વર્ષ દરમ્યાન કોરોના મહામારીને કારણે ધર્મ આરાધનમાં વિક્ષેપ પડયો હતો. આથી આ વર્ષે ભાવિકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જૈનો આ પર્વ દરમ્યાન તપશ્ચર્યા કરતા હોય છે. જૈન સ્થાનકમાં સવારે પ્રતિક્રમણ, ત્યારબાદ વ્યાખ્યાન, સાંજે પ્રતિક્રમણ અને રાત્રે ભાવના ભણાવવામાં આવે છે. આ પર્વ દરમિયાન પાંચમા દિવસે પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી થતી હોય છે. આઠમા અને અંતિમ દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરી જૈનો સહુને મિચ્છામિ દૂકકડમ્ પાઠવે છે.

Whatsapp Image 2022 08 23 At 11.15.14 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.