Abtak Media Google News

વેકેશન ટાણે જ સરકારી કાર્યક્રમમાં બસો ફાળવી દેવાતા મુસાફરો હેરાન પરેશાન

રાજકોટ એસ.ટી. નિગમ દ્વારા આજે મોટા પ્રમાણમાં બસના ‚ટ રદ થતા હજારો મુસાફરો રઝળી પડયા હતા. ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલ કૃષિ મેળામાં મુખ્યમંત્રીની ખાસ ઉપસ્થિત હોય મોટા પ્રમાણમાં લોકો હાજર કરવા માટે કૃષિમેળામાં એક સાથે રાજકોટ એસ.ટી. ડિવિઝન હેઠળના ૯ ડેપોની ૧૦૦ બસો દોડાવામાં આવી હતી.

Advertisement

વેકેશન ટાઈમે જ સરકારી કાર્યક્રમમાં બસો ફાળવી દેવાતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો આ વર્ષે રાજકોટ એસ.ટી. નિગમને વધારાના મુસાફરો પણ મળ્યા છે. અને સાથોસાથ વધારાની આવક પણ થઈ છે. વેકેશનનો સમયગાળો હોય લોકો બહાર જવાનું એસ.ટી. મારફત પસંદ કરતા હોય છે. પણ સરકારી કાર્યક્રમમાં બસો ફાળવી દેવાતા રાજકોટ એસ.ટી.માં મુસાફરોનો ટ્રાફીક જોવા મળ્યો હતો.

અવાર નવાર સરકારી કાર્યક્રમમાં એસ.ટી. બસો અલગથી દોડાવામાં આવતી હોય છે. પરિણામે અનેક મુસાફરો રઝળી પડે છે. મોટાભાગનાં મુસાફરોને જીપ, ટ્રક, ટેકસી તેમજ તુફાનમાં જવા માટે મજબૂર થવું પડયું હતુ આજે ગોંડલ ખાતે કૃષિ મેળાનાં આયોજનમાં સવારથી જ લોકોનો ઘસારો જોવા મળ્યો હતો જેમાં રાજકોટ એસ.ટી. નિગમે વધારાની ૧૦૦ બસો ગોંડલ ખાતે દોડાવી હતી ખાસ તો કાર્યક્રમમાં માનવ મેદની ઉમટી પડતા વધારાની બસ ચાલુ કરાઈ હતી જેમાં અંદાજે ૨૫ હજાર જેટલા મુસાફરોએ લાભ લીધો હતો. અને બીજી બાજુ ૧૦૦ બસોની અછત ને પગલે ઘણા મુસાફરો રઝળી પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.