Abtak Media Google News

પાટણ સમાચાર

 

જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા એક શખ્સ સામે પાટણ પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂ અંગેનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો, જેમાં એક વર્ષથી પોતે ફરાર હતો, જે આરોપી જામનગર આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ની ટીમે ઝડપી લીધો છે, અને પાટણ જિલ્લાના સાતલપુર પોલીસને સોપાયો છે .

જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતો ધર્મેશ ઉર્ફે ધમો નરસિંભાઈ ગોરસરા કે જેની સામે આજથી એક વર્ષ પહેલાં પાટણ જિલ્લાના સાતલપુર પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂ અંગેનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં છેલ્લા એક વર્ષથી પોતે નાસતો ફરતો રહ્યો હતો.

ઉપરોક્ત આરોપી જામનગરમાં કાલાવડ નાકા બહાર આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમને મળી ગઈ હોવાથી તેને ઝડપી લીધો હતો, અને પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસને સુપ્રત કર્યો છે.

 

દીપક સથવારા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.