Abtak Media Google News

જીપનું ટાયર ફાટતાં સર્જાયો જીવલેણ અકસ્માત: 11 ઘવાયા

મોટી પીપળીથી શ્રમિકોને લઈને જતી જીપને નડ્યો ગોઝારો અકસ્માત: જીપના પતરા ચીરી મૃતદેહ કઢાયા

પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ ટ્રકમાં ઘૂસી જતાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. જીપનું ટાયર ફાટતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. મોટી પીપળીથી રાજસ્થાન શ્રમિકોને લઈ જતી જીપને ગોઝારો અકસ્માત નડ્યો હતો. જીપના પતરા ચીરી મૃતદેહને બહાર કાઢવાની ફરજ પડી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર ફાટતાં રોડ પર ઊભેલી ટ્રક સાથે જીભ અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સવાર 7 લોકોનાં કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, તો 11 જેટલા લોકોને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં લોકોએ તેમજ પોલીસતંત્રએ ઘટનાસ્થળે દોડી આવી અકસ્માતગ્રસ્ત વાહનમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

તો મૃતકોના પંચનામા કરી પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જીપ મોટી પીપળી ગામેથી રાજસ્થાનના શ્રમિકોને ભરી રાજસ્થાન જતી હતી. તે દરમિયાન રસ્તામાં જીપનું ટાયર ફાટતાં જીપ ટ્રકમાં ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે હાઇવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અંગે ઘટનાની જાણ થતા વારાહી અને રાધનપુર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં જીપના પતરા ચીરીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. તો બીજી તરફ અકસ્માતમાં ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

અકસ્માતમાં મૃતકોની યાદી

(1) સમજુભાઈ બાબુભાઈ ફુલવાદી ઉ.50 રહે. વાદી વસાહત રાધનપુર

(2) દુદાભાઈ સેજાભાઈ રાઠોડ ઉ.50 રહે. છાણસરા તા.સાંતલપુર

(3) રાધાબેન મોહનભાઈ પરમાર ઉ.35 રહે. દાત્રાણા તા.સાંતલપુર

(4) કાજલબેન મોહનભાઈ પરમાર ઉ.09 રહે. દાત્રાણા તા.સાંતલપુર

(5) અમ્રિતાબેન ખેમરાજ વણઝારા ઉ.15 રહે. બાસવાડા (રાજસ્થાન)

(6) પિનલ મિથુનભાઈ વણઝારા  ઉ.07 રહે. બાસવાડા (રાજસ્થાન)

(7) સીમાબેન  મિથુનભાઈ ભીલ

અકસ્માતમાં ઘવાયેલા મુસાફરોની યાદી

(1) અંજલીબેન નિતેશભાઇ વણઝારા

(2) ભમરાભાઇ કાળીયા વણઝારા

(3) મધુબેન બાબુભાઈ ઠાકોર

(4) સરોજબેન દિનેશભાઈ ભીલ

(5) ગાયત્રીબેન મનસુખભાઈ ભીલ

(6) મલેક યાસીન ઝાકીરભાઇ

(7) રોશનબેન ઝાકીરભાઈ મલેક

(8) સીતાબેન જગદીશભાઈ ભીલ

(9) ઝાકીર ભાઈ એમદભાઈ મલેક

(10) બાબુભાઈ વાઘજીભાઈ ઠાકોર

(11) અજાણ્યો પુરુષ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.