Abtak Media Google News

વિજ્ઞાનના પ્રયોગ-મોડેલ, ગણીતના કોયડા, ગેમઝોન, એક સે બઢકર એક, મનોરંજક રમતોથી ભરપુર એજયુકેશન ફેસ્ટનો કાલે અંતિમ દિવસ

પતંજલી સ્કૂલના વિદ્યાર્થીઓને ઉમંગ સાથે પોતાનું સામર્થય ખીલવવાના હેતુથી તેમજ વીર શહિદો પ્રત્યે સન્માન અભિવ્યકત કરવાના ભાગરૂપે પતંજલી એજયુકેશન ફેસ્ટ-૨૦૧૯નું આગવું શૈક્ષણિક પ્રદર્શન કરવામાં આવ્યું છે. ૧૩ જાન્યુઆરી રવિવાર સુધી ચાલનાર એજયુકેશન ફેસ્ટ પ્લેહાઉસથી લઈ ધો.૧૨ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Vlcsnap 2019 01 12 14H28M55S52

એક્ઝિબિશનમાં સાયન્સ, આર્ટસ એન્ડ ક્રાફટ સહિતની આકૃતિઓ તેમજ મોડલ તૈયાર કરવામાં આવ્યા હતા. સભ્યતા અને સંસ્કૃતિની ઝાંખી કરાવતા કિડ્સ ઝોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્ટેજ બહાદુર જવાનોની દેશભક્તિની થીમ ઉપર સુંદર બનાવાયું હતું. એક્ઝિબિશનને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.

Vlcsnap 2019 01 12 14H29M31S154

નર્સરીથી ધો.૧૨ સુધીના, સાયન્સ, કોમર્સ, ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ફેસ્ટીવલમાં વિજ્ઞાનના અવનવા પ્રયોગો, દિમાગી કસરત કરાવતા ગણીતના કોયડાઓ, આકાશ દર્શન, પર્યાવરણ અને સ્વચ્છતા લક્ષી કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. નાના નાના ભુલકાઓ દ્વારા શિશુ વિભાગમાં અવનવી કૃતિઓ પ્રસ્તુત કરાઈ હતી તો ગેમ ઝોનમાં મનોરંજનક રમતો, વાણીજય અને અર્થ વ્યવસ્થા માટેના પ્રોજેકટો ઉપરાંત સ્ટંટ અને પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.

Vlcsnap 2019 01 12 14H29M37S218

આર્ટ એન્ડ ક્રાફટ ઝોનમાં એક સે બઢકર એક એવા અનેક સુંદર કલાત્મક નમુનાઓની પ્રદર્શની ગોઠવવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ફાયર સેફટી પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.

Vlcsnap 2019 01 12 14H28M49S251 1

અબતક સાથેની વાતચીત દરમિયાન પતંજલિ સ્કુલના વિનોદભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે, અમારી સ્કુલ દ્વારા એજયુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આર્ટ એન્ડ ક્રાફટ, કોમર્સ, આર્મી થીમ પર નાટક રજુ કરવામાં આવ્યું છે તથા સાયન્સ ઝોનમાં અલગ-અલગ ડિવિઝન જેમ કે કેમેસ્ટ્રી, ફિઝીકલ, બાયોલોજી, મેથેમેટીકસ તથા આપણું કલચરલ ઝોન છે. જેમાં પાસાણ યુગથી શરૂ થઈ અત્યાર સુધીનું ભારત બનાવવાનો પ્રયત્ન કરેલ છે તથા કિડસ ઝોન, ગેઈમ ઝોન રાખવામાં આવેલ છે. આ એકઝીબીશનમાં પ્લે હાઉસથી ધો.૧૦ સુધીના બધા બાળકોએ ભાગ લીધો છે. આ એકઝીબીશન કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે બાળકોની અંદર રહેલી શકિતઓ બહાર આવે. અમારા એકઝીબીશનનો લોકોએ લાભ લીધો છે અને હજુ આશા છે કે વધુ લોકો અમારા એકઝીબીશનને નિહાળવા આવે.

Vlcsnap 2019 01 12 14H30M38S65 1

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન પતંજલી સ્કૂલના ધો.૬માં અભ્યાસ કરતી હરસોડા રશ્મીએ જણાવ્યું હતું કે, અમારી સ્કૂલ દ્વારા એજયુકેશન ફેરનું આયોજન થયું છે. તેમાં સાયન્સ ફેર, કિડસ ઝોન, આર્ટ એન્ડ ક્રાફટમાં વેસ્ટમાંથી બેસ્ટ, ઓરીગામ, પેઈન્ટીંગ જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી છે. અમને અમારી સ્કૂલના શિક્ષકોનો મુળ જ સારો સપોર્ટ મળી રહ્યો છે.

Vlcsnap 2019 01 12 14H29M45S49 2

પતંજલી સ્કૂલના પીપળીયા નિધીએ જણાવ્યું હતું કે, અમારી સ્કુલ દ્વારા એજયુકેશન ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હું આર્ટ એન્ડ ક્રાફટ ઝોન માટે મેં અમારા ટીચર્સને સન આર્ટમાં મદદ કરી હતી તથા ઘણું વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ હતું. અમારા આર્ટ એન્ડ ક્રાફટ ઝોનમાં પેઈન્ટીંગ, ઓરેગામી વેસ્ટમાંથી બેસ્ટ, શણમાંથી બનાવેલ વસ્તુઓનું પ્રદશર્ન રાખવામાં આવ્યું છે તથા બીજા ઘણા બધા ડોમ જેવા કે સાંસ્કૃતિક, સાયન્સ વગેરે કરવામાં આવ્યા છે અને અમને ખૂબ જ આનંદ થાય છે કે અમારી સ્કૂલ દ્વારા આવા સારા કાર્યક્રમો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.