Abtak Media Google News

પતંજલી જે આર્યુવેદિક પ્રોડક્ટ બનાવે છે અને સ્વદેશી અપનાવવાની વાતો કરે છે અને દેશના નાગરિકોને રોજગારી આપવાનો દાવો કરે છે ત્યારે પતંજલી કંપનીના CEOઅને પતંજલી ફુડ પાર્કના પ્રેસીડેન્ટ s.k.પતરાએ તેની બંને નોકરીમાંથી રાજીનામા આપ્યા છે જેનું કારણ જાણી તમે ચોક્કસ આશ્ર્ચર્ય પામશો.

એસ.કે.પતરાનું આ બાબતે કહેવું છે કે પતંજલી દ્વારા તેની બંને નોકરી માટે તે મને પગાર ચુંકવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું.

પરંતુ સમય જતા વાત કંઇ ઉલ્ટી બની અને બાબા રામદેવે તેને પતંજલી માટે ફીમાં સેવા આપવાનું ઓફર કરી …તેમજ બાબા રામદેવ બધાને પતરા વિશે કંઇક આવું કહેતા હતા કે તે અત્યારે પગાર માટે કહે છે પરંતુુ ટુંક સમયમાં તેની પણ ના કહે છે જ્યારે વાત કંઇક જુદી જ છે કોઇ વ્યક્તિ ઘરબાર લઇને બેઠો હોય અને જ્યાં આવે કામ કરતો હોય ત્યાંથી તેને ફ્રીમાં સેવા કરવાનું કહેવામા આવે તો તે કેટલાં અંશે યોગ્ય કહેવાય. જેથી એસ.કે.પતરાએ પણ એક પણ સામાન્ય માણસની જેમ પોતાના પરિવાર માટે પગાર લેવાનું જ કહ્યું જેથી તેને તેની નોકરી છોડવી પડી છે. સ્વદેશ અપનાવોનાં નારા બોલતા બાબા રામદેવ જો પોતાના જ કર્મચારીને પગાર ચુંકવવામાં પાછા પડતા હોય તો દેશને કેવી પ્રોડક્ટ આપતા હશે તે વિચારવું રહ્યુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.