Abtak Media Google News

અમદાવાદ સ્થિત ફેકટરી પર લોનના હપ્તાની ચિંતામાં હોવાનું પિતાએ પોલીસને કહ્યું

વતન તરઘડી ખાતે ધાર્મિક પ્રસંગ  હોવાથી પત્ની અને માતાને માધાપર ચોકડી ખાતે ઉતર્યા બાદ પિતાના મિત્રની કાર લઇને ગયા બાદ ગુમ

રાજકોટ જીલ્લાના પડધરીના તરધડી ગામનો અને હાલ અમદાવાદ ખાતે ભાગીદારીમાં કારખાનું ચલાવતા પટેલ યુવાન બે દિવસ પૂર્વે માધાપર ચોકડી પાસે પિતાના મિત્રની કાર લઇ લાપત્તા બન્યો છે. આ બનાવમાં પોલીસે મોબાઇલ લોકેશન અને સીસી ટીવી કુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો છે.

વધુ વિગત મુજબ મુળ પડધરી તાલુકાના તરઘડી ગામના વતની અને હાલ અમદાવાદ સ્થાયી થયેલા ભરતભાઇ કમાણી નામના પ્રૌઢે પડધરી પોલીસમાં પુત્ર ધવલ કમાણી તા. ર0 ને શનિવારે અમદાવાદ જવાનું કહી લાપતા બન્યાની પડધરી પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવી છે.

પોલીસની પ્રાથમિક  તપાસમાં પડધરી તાલુકાના તરઘડી ગામે માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી ભરત કામાણી છેલ્લા ર0 દિવસથી વતન આવ્યા હતા. બાદ ગત તા. ર0 ને શનિવારે પુત્ર ધવલ કામાણી પત્ની અને માતા સાથે અમદાવાદથી માતાજીના ધાર્મિક પ્રસંગમાં આવી રહ્યા હતા. બાદ રસ્તામાં ધવલે તેના પિતા ભરતભાઇ કામાણીને ફોન કરી ભાઇને માધાપર ચોકડી પાસે માતા અને પત્નીને તેડવા મોકલો અને મારે અમદાવાદ કામ હોવાનું જવાનું છે.

બાદ ભરતભાઇ કામાણી પોતાના મિત્ર પરસોતમભાઇની કાર લઇને પોતાના નાના પુત્ર વિપુલને મોકલ્યો હતો. જયા  ધવલને પિતા ભરતભાઇએ કહેલું કે માતાજીનો ધાર્મિક ઉત્સવ  હોવાથી તું કેમ નથી આવતા તેમ કહેતા તેણે કહેલ કે મારે ફેકટરીમાં કામ છે. તેમ કહી ભરતભાઇ ના મિત્ર પરસોતમભાઇ ની કાર લઇને નિકળ્યા બાદ આજે સંપર્ક ન થતાં પડધરી પોલીસમાં ગુનો નોંધ કરરાવી છે.

પડધરી પોલીસે ગુમ નોંધ દાખલ કરી લાપત્તા બનેલા ધવલ કામાણી ના મોબાઇલ લોકેશન અને હાઇ-વેના સીસી ટીવી કુટેજ મેળવા કવાયત હાથ ધરી છે.

તેમજ ગુમ થયેલા ધવલ કમાણીની ફેકટરી પર લોન લીધેલી છે. અને તેના હપ્તા ન ભરાતા જેની ચિંતામાં હોવાનું ભરતભાઇએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.