Abtak Media Google News

પડધરી : પડધરીની જી.એમ. ગોહિલ ક્રિકેટ એકેડમિના ત્રણ ખેલાડીઓની સ્ટેટ લેવલે પસંદગી થઈ છે. આ એકેડમિના ખેલાડીઓએ ક્રિકેટમાં રાજ્યકક્ષા સુધી પહોંચી સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

અન્ડર 14માં રાજેન્દ્રસિહ ડોડીયા અને નિમિશ સરવૈયા, અન્ડર 19માં શેખ નઇમનું સિલેક્શન

પડધરીમાં જી.એમ. ગોહિલ ક્રિકેટ એકેડમી કાર્યરત છે. જ્યાં નિષ્ણાંત કોચ પ્રદીપસિંહ ગોહિલ અને અભિરાજસિંહ ગોહિલ દ્વારા ઉભરતા ખેલાડીઓને સિઝન ક્રિકેટની તાલીમ આપવામાં આવે છે. અગાઉ પણ અહીંના અનેક ખેલાડીઓની ડિસ્ટ્રિક્ટ ટીમમાં સિલેક્શન થયું છે. ત્યારે હાલ વધુ ત્રણ ખેલાડીઓની સ્ટેટ લેવલે સિલેક્શન થયું છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા શાળાકીય સ્કૂલ સ્કૂલ ક્રિકેટ માટે જી.એમ.ગોહિલ ક્રિકેટ એકેડમિના  રાજેન્દ્રસિહ ડોડીયા અને નિમિશ સરવૈયાની અન્ડર 14માં અને શેખ નઇમની અન્ડર 19માં પસંદગી કરવામાં આવી છે. હવે અંતિમ સિલેક્શન રાઉન્ડ બાદ આ ખેલાડીઓ સ્ટેટ લેવલે રમી શકશે. આ સિલેક્શનથી સમગ્ર તાલુકાનો રાજ્યકક્ષાએ ડંકો વાગતા ઠેર ઠેરથી એકેડમી અને આ ત્રણેય ખેલાડીઓ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.