Abtak Media Google News

જિલ્લામાંથી ૭૫,૬૧૭ મેટ્રીક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી: મગફળીના કુલ રૂ.૩૫૪ કરોડ ચુકવાઈ ગયા

રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી બાદ ૯૩ ટકા ખેડુતોને મગફળીના નાણા ચુકવી દેવામાં આવ્યા છે. બાકી વધેલા ૭ ટકા ખેડુતોને નાણા ચુકવવાની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લામાંથી કુલ ૭૫,૬૧૭ મેટ્રીક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ છે. જેમાં કુલ રૂ.૩૫૪ કરોડનું ચુકવણું કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં હાલ ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા મોટાભાગના તાલુકાઓમાં પુરી થઈ ચુકી છે. અમુક તાલુકાઓમાં આ પ્રક્રિયા પૂર્ણતાના આરે પહોંચી છે. જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ ૭૫,૬૧૭ મેટ્રીક ટન ખરીદી કરવામાં આવી છે.

મગફળી ખરીદીની પ્રક્રિયામાં રાજકોટ જિલ્લો સમગ્ર રાજયમાં મોખરે રહ્યો છે. હાલ મગફળી ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થવા પર છે ત્યાં ૯૩ ટકા ખેડુતોને મગફળીનું ચુકવણું કરી નાખવામાં આવ્યું છે. જિલ્લાના કુલ ૩૭,૨૫૫ ખેડુતો પાસેથી ૭૫,૬૧૭ મેટ્રીક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી. જેમાંથી ૩૪,૮૪૦ ખેડુતોને ૩૫૪.૨૧ કરોડનું પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.