Abtak Media Google News

પેટીએમ મારફતે ૬૦ ટકા રોકાણકારો ઇક્વિટીમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે: આગામી પાંચ વર્ષમાં પાંચ કરોડ લોકોને માઈક્રો એસઆઈપીમાં જોડવાનો પેટીએમનો લક્ષ્ય

દેશમાં નાના બચતકારો અને શેરબજારમાં રોકાણકર્તાઓની સંખ્યા ખુબ જ વધુ જોવા મળે છે ત્યારે નાના બચતકારોને રોકાણ કરવામાં અનેકવિધ તકલીફોનો પણ સામનો કરવો પડે છે. જયારે નાના બચતકારોની વાત કરવામાં આવે તો તેઓનું પેમેન્ટ પણ ઘણા સમય માટે બ્લોક થઈ જતું હોય છે અને તેઓએ દલાલોનો પણ સમયાંતરે સંપર્ક કરવો પડે છે. વાત કરવામાં આવે તો નાના બચતકારો અને શેરબજારમાં રોકાણકર્તાઓ માટે રોકાણ તેમનાં જીવન માટે એક બચાવવા માટેની મુડી હોય છે પરંતુ જે કાર્યપ્રણાલીથી કામગીરી કરવામાં આવે છે તેને જોતાં તેઓની સમસ્યામાં અનેકગણો વધારો જોવા મળે છે ત્યારે પેટીએમ શું નાના બચતકારો અને શેરબજારમાં રોકાણકર્તાઓ માટે આશીર્વાદરૂપ બનશે ? તે એક પ્રશ્ર્નાર્થ ઉભો થયો છે.

Advertisement

પેટીએમ દેશનાં લોકોનાં જાણે દિલ જીતી લીધા હોય તેવો ઘાટ ઘડાયો છે. લોકો પેટીએમનો ઉપયોગ વધુને વધુ કરતાં નજરે પડે છે. કોઈપણ સમયે અને કોઈપણ સ્થળ પર જો રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો લોકો પેટીએમ પર મદાર રાખે છે અને તેનો ઉપયોગ પણ કરે છે ત્યારે નાના બચતકારો અને શેરબજારમાં રોકાણકર્તાઓને આકર્ષવા માટે પેટીએમ સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપીને લાગુ કરશે જેનાથી નાના બચતકારોને જે તકલીફ ઉદભવતી હતી તે હવે નહીં ઉદભવી શકે અને તેમનાં બાકી રહેતા નાણા પણ તેઓને પેટીએમ મારફતે મળી જશે જે માટે પેટીએમ આગામી ૧૨ થી ૧૮ માસમાં ૨૫૦ કરોડ ‚પિયાનું રોકાણ કરશે અને પેટીએમની સેવાનો લાભ લેતા લોકો માટે મદદ‚પ થશે.

સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન હેઠળ રોકાણકારો અને બચતકારો ૧૦૦ રૂપિયાથી પોતાનું રોકાણ પેટીએમ મારફતે શરૂ કરી શકશે. પેટીએમ મનીનાં ડાયરેકટર પ્રવિણ જાદવે માહિતી આપતા જણાવ્યું હતું કે, ૪૦ ટકા લોકોનાં એકાઉન્ટ પેટીએમ હસ્તક ઉપયોગમાં લેવાય છે. હાલ પેટીએમ ૮૦ ટકા માર્કેટમાં પ્રસ્થાપિત થવા માટે અનેકવિધ કાર્યો પણ કરી રહ્યું છે જેમાં ૮૦ ટકા પ્રથમ વખત રોકાણકર્તા રોકાણકારો આશરે ૩૦ શહેરોમાંથી જોડાયેલા છે. માઈક્રો એસઆઈપી યોજનાને લાગુ કરતાની સાથે જ મ્યુચ્યલ ફંડ રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. હાલ મ્યુચ્યલ ફંડ રોકાણકારોની સંખ્યા ૧.૯૦ કરોડની છે જે વધી ૫ કરોડ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. લોકો માટે રોકાણ કેવી રીતે સહેલું કરવું તે દિશામાં પેટીએમ આગળ વધી રહ્યું છે જેનાં માટે નાના વિડીયો પણ બનાવવામાં આવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.