Abtak Media Google News

સપ્ટેમ્બર માસમાં રશિયા ખાતે મહાકાય સૈન્ય કવાયત હાથ ધરાશે

ભારત-પાકિસ્તાન પ્રમ વખત એક સાથે શક્તિ પ્રદર્શન કરશે

જો અમેરિકા નોર્થ કોરીયા ઉપર હુમલો નહીં કરે તો પરમાણુ શસ્ત્રોનો ખાતમો કરવાની તૈયારી હોવાનું કિંમ જોગ ઉનનું કહેવું છે. થોડા મહિના પહેલા નોર્થ કોરીયાના તાનાશાહ કિંમ જોન ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજા સામે જોવા તૈયાર નહોતા. બન્ને એકબીજાને પરમાણુ હુમલાની ચેતવણી આપતા હતા. પરંતુ એકાએક વાતાવરણ પલ્ટાયું છે અને વિશ્વમાં શાંતિ સ્પાય તેવી સ્થિતી ઉભી થઈ છે.

Advertisement

કોરીયાઈ યુદ્ધનો અંત આવ્યા બાદ વિશ્ર્વમાં સોનાનો સુરજ ઉગી રહ્યો છે. હવે પારંપરીક શત્રુ ગણાતા ભારત-પાકિસ્તાન નજીક આવતા જાય છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોની ખટાશ પણ દૂર થઈ રહી છે. આગામી સમયમાં આતંકવાદનો ખાત્મો બોલાવવા ભારત-ચીન અને પાકિસ્તાન સંયુકત સૈન્ય કવાયત કરવાની તૈયારીમાં છે. આગામી સપ્ટેમ્બર માસમાં રશિયામાં મહાકાય સૈન્ય કવાયત થશે.

નાટો જેવી ચીનની સાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા આ સૈન્ય કવાયત થશે. આ કવાયત રશિયાના યુરલ માઉન્ટેનમાં યોજાશે. કવાયતનો મુખ્ય હેતુ આતંકવાદીઓના ખાત્મા માટે એકબીજા દેશોનો સહકાર અને શાંતિ જાળવવાનો રહેશે. આ કવાયતમાં ભારત ભાગ લેશે તે નિશ્ર્ચિત છે. આ ઉપરાંત રશિયા, ચીન, કઝાકીસ્તાન, તાઝીકીસ્તાન અને ઉઝબેકીસ્તાન સહિતના દેશો પણ કવાયતમાં જોડાશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભારત આઝાદ થયા બાદ પ્રમ વખત ભારત અને પાકિસ્તાન સંયુકત રીતે યુદ્ધ કવાયતમાં ભાગ લઈ રહ્યાં છે. અગાઉ બન્ને દેશોના સૈન્ય યુનાઈટેડ નેશનના શાંતિદળમાં એક સાથ કામ કરી ચૂકયા છે. ભારત અને પાકિસ્તાન ભાગલા સમયી એકબીજાના પારંપરિક શત્રુ રહ્યાં છે. ચીન અને ભારત વચ્ચે અવાર-નવાર સંબંધોમાં ખટાશ જોવા મળે છે. ડોકલામ વિવાદ બાદ બન્ને દેશો વચ્ચે યુદ્ધ વાના એંધાણ હતા. અલબત આ યુદ્ધ ટાળી શકાયું છે. ફરીથી આ પ્રકારની તંગદીલી ન સર્જાય તે માટે બન્ને દેશોની નેતાગીરી પ્રયત્નો કરી રહી છે.

ઉત્તર અને દક્ષિણ કોરીયા વચ્ચે શાંતિ સમજૂતી યા બાદ વિશ્ર્વમાં શાંતિનો સુરજ ઉગી રહ્યો છે. વડાપ્રધાન મોદીની ચીન મુલાકાત વિશ્વ શાંતિ માટે મહત્વની ગણવામાં આવે છે. સપ્ટેમ્બરમાં રશિયા ખાતે યોજાનાર સૈન્ય કવાયતમાં ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધો સુદ્રઢ બનશે તેવી આશા વૈશ્વિક સમુદાય સેવી રહ્યો છે.

પાકિસ્તાને ભારત તરફ દોસ્તીનો હાથ વધુ લંબાવ્યો છે. ૨૬/૧૧ મુંબઈ હુમલાનો કેસ ૯ વર્ષોથી લટકી પડયો છે. માટે આ કેસમાં કાર્યવાહી ઝડપી બનાવવા પાકિસ્તાની સરકારે પ્રોસીકયુટરને હટાવી લીધા છે. થોડા સમય પહેલા અમેરિકાએ પાકિસ્તાનને મુંબઈ હુમલાની તપાસમાં સહકાર દેવાની તાકીદ કર્યા બાદ પાકિસ્તાને આ મામલે કાર્યવાહી કરી છે અને મુંબઈ હુમલામાં સંડોવાયેલા સામે સખત કાર્યવાહી કરવા નિર્ણય લીધો હોય તેવું જણાય રહ્યું છે.

નોર્થ કોરીયા ન્યુક્લીયર વેપનનો અમેરિકાની મદદથી ખાત્મો બોલાવશે

નોર્થ અને સાઉ કોરીયા વચ્ચે સંબંધો સુમેળભર્યા થઈ રહ્યાં છે. જેમાં સૌથી મોટો હાથ અમેરિકાનો છે. જેનો સમગ્ર વિશ્વને ડર છે તેવા પરમાણુ શસ્ત્રોનો નાશ કરવા નોર્થ કોરીયાએ તૈયારી બતાવી છે. નોર્થ કોરીયાના કિંમ જોન ઉન પરમાણુ શોનો નિકાલ કરવા માટે તૈયારી કરી રહ્યાં છે. આ માટે તેમણે અમેરિકાની મદદ પણ ઈચ્છી છે. અમેરિકા અને નોર્થ કોરીયા હવે શાંતિ ઈચ્છી રહ્યાં છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.