Abtak Media Google News

વિવિદ્ય વિધાશાખાની 41 પરીક્ષામાં કુલ 30 હજાર વિદ્યાર્થીઓ 7 દિવસ પરીક્ષા આપશે

રાજકોટની વીરબાઈ મહિલા કોલેજ ખાતે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા યુનિવર્સિટીના વીસી-પીવીસી

એક ક્લાસમાં 20 વિદ્યાર્થીઓને બેસાડી પરીક્ષા લેવામાં આવી

Dsc 5755

રાજ્યમાં વખતે કોરોનાની બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી. જેમાં અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા. અને અનેક લોકો મૃત્યુ પામ્યા. વધતા જતા કેસો ને લઈને  સમગ્ર રાજ્ય માં મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું.  કેસો હળવા થતા રાજ્ય માં પરીક્ષાને  લઈને છૂટ આપવામાં આવી છે. ત્યારે શિક્ષણ વિભાગે સોમવારે સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ માટે ઓફલાઈન પરીક્ષા લેવાની છુટ આપી દીધી છે.સૌરાષ્ટ યુનિવર્સિટી દ્વારા આજથી પ્રથમ તબક્કાની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.

Dsc 5768

ઉલ્લેખનીય છે કે, આજથી શરૂ થતી પરીક્ષામાં વિવિદ્ય વિધાશાખાની 41 જેટલી પરીક્ષાની શરૂઆત સવારે 10:30 થી થઈ હતી. જેમાં 8 દિવસમાં કુલ 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આજથી શરૂ થયેલી પરિક્ષામાં કોરોનાના પ્રોટોકોલ હેઠળ સોશિયલ ડિસ્ટનસ, સેનેતાઈઝર અને માસ્ક સહિતની કાળજી સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં કુલ 128 કેન્દ્રો પર આ પરીક્ષા યોજવામાં આવી હતી. એકંદરે શાંતીપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી.

70 ટકા વિદ્યાર્થીઓએ રસી લઇ લીધી હોવાનો વીસી-પીવીસીનો દાવો

Dsc 5815

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી ડો.નીતિન પેથાણી અને પીવીસી ડો.વિજય દેસાણીએ રાજકોટની વીરબાઈ મહિલા કોલેજની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને પુષ્પ ગુરછ આપી શુભેચ્છા પાઠવી હતી. ત્યારે અબતક સાથેની વાતચીતમાં વીસી-પીવીસીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વેકસિનેશન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી જેને લઇ મોટાભાગના વિદ્યાર્થીઓ લગભગ 70 ટકાનું વેકસિનેશ થઈ ગયું છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યુ હતું કે, તમામ કોલેજો સીસીટીવી સજ્જ છે અને જ્યાં સીસીટીવી નહીં હોય તેવી કોલેજ સામે અમે કડક કાર્યવાહી કરીશું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.