Abtak Media Google News

સ્કુટર, મોટર અને ટેલીફોનના ઓર્ડર બાપ લખાવે ને દિકરો મેળવે: ગરીબો માટે કેમેરા-ટેપ અને ટીવી સપનામાં જ જોવાના રહેતા

વિકાસની હરણફાળ ભરી રહેલા આધુનિક વિશ્ર્વ અને ખાસ કરીને ભારતની યુવા પેઢી આજે આંગળીના ટેરવે સમગ્ર વિશ્વને ફેરવતું થયું છે. આધુનિક ટેકનોલોજી, ઓટો મોબાઈલ ક્રાંતિ અને જીવન જરૂરી ચીજવસ્તુઓની સવલત ભોગવતી આજની પેઢીને એ ખબર નહીં હોય કે, 40 વર્ષ અગાઉ મોટરસાયકલ, મોટર અને ફોનની સુવિધા દુર્લભ ગણાતી હતી. 2021ની સુખ સુવિધાઓનો પ્રારંભ 1991ના આર્થિક સુધારાઓના મુળથી થયો હતો. આપણી જ વાત કરીએ તો બજાજ સ્કૂટર ખરીદવું હોય તો મહિનાઓ પહેલા ઓર્ડર લખાવવા પડતા. ફિયાટની પદ્મીની મોડલ બાપ લખાવે ને દિકરો  ફેરવે, ટેલીફોન લાઈનમાં વેઈટીંગ અને એલપીજી કનેકશન પણ નશીબદારને જ મળતા. લકઝરી બ્રાન્ડના સાબુ અને શેમ્પુ વાપરવા હોય તો કરોડપતિના ઘરે જન્મ લેવો પડે.

અત્યારે જે રીતે ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો વિકાસ થયો તે જૂના જમાનામાં દુર્લભ લાગતો હતો. સામાન્ય માણસ, કેમેરા, ટેપરેકોર્ડનું સપનું જોતા અને ટીવી તો માલેતુજાર લોકો જ જોઈ શકતા કારણ કે, ટીવી, ટેપરેકોર્ડ અને કેમેરાની આયાતની પરવાનગી લેવી પડતી. વાસ્પા સ્કૂટર અને મોટર માટે તો વર્ષો સુધી રાહ જોવી પડતી.

અત્યારની ટેકનોલોજી અને સુખ સવલતની સગવડતા અને હાથવગી વ્યવસ્થાના મુળ 1991માં થયેલી આર્થિક સુધારાની શરૂઆતથી થઈ હતી. અગાઉ લાયસન્સ અને પરમીટ રાજ હતુ. કોઈપણ વસ્તુની આયાત અને ઉત્પાદન માટે લાંબો સમય સુધી રાહ જોવી પડતી. વિદેશી વેપાર, વિદેશી રોકાણ અને ટેકનોલોજીના આવિસ્કારમાં અનેક અવરોધો હતા. પરંતુ 1991માં વિદેશી મુડી રોકાણ, જાહેર ક્ષેત્રના વિકાસ અને ખાનગી ક્ષેત્રમાં મુડી રોકાણની પરવાનગીથી આજની આર્થિક તરક્કીના પાયા મંડાયા હતા. દાયકાઓ પહેલા સ્થાનિક રાજકારણ અને પ્રતિબંધની માયાજાળ 1991માં તૂટવાની શરૂઆત થઈ.

પરિવર્તનનો પવન કોંગ્રેસથી શરૂ થયો.

આર્થિક સુધારાઓની શરૂઆત 1991માં થઈ હતી. સદામ હુશેને જ્યારે કુવેત પર આક્રમણ ર્ક્યું ત્યારે એકાએક ક્રુડના કાચા તેલના ભાવમાં ભડકો થઈ ગયો હતો અને ભારતમાં સૌપ્રથમવાર આત્મનિર્ભર બનવાની જરૂરીયાત ઉભી થઈ હતી. ત્યારબાદ ક્રમશ: શરૂ થયેલા આર્થિક સુધારાઓ અને રિલાયન્સના ઉદ્ભવની સાથે સાથે વેપાર ઉદ્યોગમાં સુધારાઓ મોન્ટેક્ષસિંહ આહુવાલીયા સમીતીના સુચનો મનમોહનસિંહ સરકારે અપનાવીને વેપાર-ઉદ્યોગ અને વિદેશી વેપાર નીતિમાં છુટછાટ આપતા ટેકનોલોજી સરળ બની. ઘર આંગણે ઉત્પાદન વધ્યા અને ઓટો મોબાઈલ, ડિજીટલાઈઝેશનથી લઈને ટેલીકોમ્યુનિકેશનમાં આવેલી ક્રાંતિથી આજના ભારતનું નવનિર્માણ થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.