Abtak Media Google News

આપણે સૌ જાણીએ છીએ કે આધાર કાર્ડ રોજ-બરોજના જીવન માટે કેટલું જરૂરી છે. આધાર હવે એ જીવનનો આધાર બની ગયો છે. આ આધારકાર્ડને મોબાઈલ નંબર સાથે link કરવો અત્યંત જરૂરી છે ત્યારે મોરબીમાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

માહિતી મુજબ મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં આવતી કાલથી તા-૨૧-૯-૨૨ ને બુધવાર થી તા-૨૪-૯-૨૨ ને શનિવાર સુધી સવારે ૭-૩૦ થી બપોર ના ૧૨-૦૦ સુધી આધાર કાર્ડ મોબાઇલ નંબર નાખવા માટેનો સ્પેશિયલ કેમ્પ મેઈન પોસ્ટ ઓફિસ માં રાખવા માં આવેલ છે.

આ કેમ્પમાં તુરંત ટોકન વગર તુરંત કામગીરી કરી આપવામાં આવશે જેથી આ કેમ્પ નો મોરબી જનતા મોરબીની જાહેર જનતાને બહોળી સંખ્યામાં લાભ લેવા માટે મોરબી એમડીજી પોસ્ટ માસ્તર વર્ષાબહેન મહેતા ની યાદી દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.