Abtak Media Google News

વિધાનસભાના સત્ર મોકૂફ રાખવાના વિપક્ષના પ્રસ્તાવને મુખ્યમંત્રીનો સ્પષ્ટ જવાબ

ભાજપના ધારાસભ્યો ડર્યા વગર જનહિતના કામો કરે છે

બનાસકાંઠાના પૂર વખતે પણ કોંગ્રેસીઓ બેંગાલુરૂમાં સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા

ગુજરાત વિધાનસભાના સત્ર મોફૂક રાખવાના વિપક્ષના નેતાના પ્રસ્તાવને લઇને મુખ્યમંત્રીને વિપક્ષને આડેહાથ લીધા હતા અને કહ્યુ હતુ કે, કોરોનાથી પ્રજા ભયભીત છે અને કોંગ્રેસના ધારાસભ્યો જયપુરના રીસોર્ટમાં જલસા કરે છે.

Advertisement

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના સૌ જનપ્રતિનિધિઓ અને રાજય સરકાર કોરોના વાયરસના ભયમાં રહેલી ગુજરાતની જનતા જનાર્દનની ચિંતા કરી, કોરોનાથી પ્રજાવર્ગોને બચાવવાના ભાવ સાથે જાનના જોખમે પણ ડર્યા વિના વિધાનસભામાં પ્રજાહિતના કામો કરે છે.

તેમણે કહ્યું કે, સરકારની સતર્કતા અને આગોતરા પગલાને પરિણામે સદનસીબે ગુજરાતમાં કોરોના વાયરસના ઝિરો પોઝિટીવ કેસ છે.

આમ છતાં આ વાયરસની સામે તકેદારી રાખીને સરકારે રાજ્યના બાળકોની ચિંતા કરીને શાળા-કોલેજો બે સપ્તાહ બંધ રાખવાનો નિર્ણય કરેલો છે.

2.Tuesday 2 1

તેમણે ઉમેર્યુ કે, આ વાયરસ ૩૦-૩પ ડિગ્રી ગરમીમાં ટકી શકતો નથી એટલે ગુજરાતમાં આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધતા તેનો ફેલાવો થવાની શકતા નહિંવત જ છે.

મુખ્યમંત્રીએ આ વાયરસને કારણે વિધાનસભા ગૃહ મોકૂફ રાખવાની વિપક્ષા નેતાની વાતનો પ્રત્યુત્તર આપતા એમ પણ કહ્યું કે, રાજ્યનું બજેટ સત્ર ચાલે છે. બજેટ મૂવ થયું છે અને વિવિધ વિભાગની માગણીઓ અને ચર્ચાઓ પણ ચાલી રહી છે.

આ સંજોગોમાં પ્રજા પ્રતિનિધિ તરીકે વિધાનસભાના સભ્યોએ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઇ પ્રજાકલ્યાણની ચર્ચાઓ અને પ્રજાહિતની રક્ષા કરવાની છે એમ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાતની જનતાને કોરોના જેવા વાયરસના ભય વચ્ચે ભગવાન ભરોસે છોડીને કોંગ્રેસ પ્રજાદ્રોહ કરી રહી છે એમ તેમણે પ્રતિપક્ષની આલોચના કરતા જણાવ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, ભૂતકાળમાં બનાસકાંઠાના પૂર વખતે જ્યારે જનતા પિડિત હતી, દુ:ખી હતી ત્યારે પણ કોંગ્રેસીઓ બેંગ્લોરના રિસોર્ટમાં સ્વીમીંગ પૂલમાં ધૂબાકા મારતા હતા તે પ્રજા ભૂલી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.