Abtak Media Google News

ચાલીને સ્કૂલે જતી વેળાએ સિંહ-દિપડાનો ભેટો થઇ જતા બાળકો પણ ભયભીત થઇ રહ્યા છે

ભયના ઓથારે ખેતી કામ કરતા ખેડૂતો ખેતમજૂરો

ઘુઅગરીયા ગામે સિંહે વાછરડાનુ મારણ કર્યુ

તાજેતરમાં જ જાફરાબાદના હેમાળ ગામે ઘરમાંથી દિપડાએ ઉપાડી જઇને ત્રણ વર્ષથી માસૂમ બાળકીને ફાડી ખાધેલ છે ત્યાર ગઇકાલે રાત્રે રાજુલા તાલુકાના ઘુઅગરીયા ગામે જીતેન્દ્રભાઇ દવેની વાડીએ, રાજુલા-ઘુઆગરીયા રોડ પર એસ્સાર પેટ્રોલ પંપ પાસે સિંહે વાછરડાનું મારણ કર્યુ છે. જે વાડીએ વાછરડાનુ મારણ કરેલ ત્યાં જ આ વાડીમાં છેલ્લા 15 દિવસથી દિપડો-દિપડી અને તેના બચ્ચા સાથે સહપરિવાર ધામા નાખીને રહે છે આ વાડી ખેત મજુરોના ચાર કુંટુબો વાડીએ જ રહિને ખેતી કામ કરે છે આ ખેત મંજૂરોના કુલ મળીને 10થી 12  બાળકો જે 3 વર્ષથી લઇને 12 વર્ષ સુધીના છે. આ બાળકો વાડીએથી ચાલીને 1 કિ.મી. દૂર આવેલા નચિકેતા સ્કૂલે અભ્યાસ અર્થે દરરોજ જાય છે. આ બાળકોને કેટલીકવાર સ્કૂલે જતી વખતે રસ્તામાં દિપડાની ભેટો થઇ જાય છે. સ્કૂલે જતી વેળાએ બાળકો દિપડાને જોઇને ભયભીત થઇ જાય છે. જેથી તેઓ સ્કૂલે પણ કેટલીક વાર જઇ શકતા નથી જેથી આ બાળકોનો અભ્યાસ દિપડાથી ભયભીત થઇ જવાથી બગડી રહ્યો છે.

આજ વાડી વિસ્તારમાં સિંહ પણ વસવાટ કરે છે આ સિંહ દ્વારા જીતેન્દ્રભાઇ દવેની વાડીએ ગાઇકાલે રાત્રે વાછરડાનુ મારણ કરેલ આ અંગેની જાણકારી દવે દ્વારા અધિકારીઓને કરેલ. જાણકારી મળતા વનતંત્ર દ્વારા જણાવેલ કે વાછરડાનું મારણ પુરેપુરૂ સિંહ ખાય જાય બાદમાં પાંજરૂ મુકીશું પરંતુ અત્યાર સુધી કોઇ જાતની કાર્યવાહી થઇ નથી. હવે જોવાનુ રહ્યુ કે વનતંત્ર કયારે આ સિંહ અને દિપડાને પકડે છે કે પછી કોઇનો ભોગ લેવાઇ તેની રાહ વનતંત્ર જોઇ રહ્યુ છે? આ અંગે આ ખેતરમાં વસવાટ કરતા ખેત મજુરો અને તેના બાળકો દ્વારા એવુ જણાવેલ કે, આ દિપડાઓ અને સિંહને કારણે તેઓ ખૂબ જ ગભરાય છે અને આ ખેતમજુરો દ્વારા જણાવેલ છે કે, દિપકો અવાર-નવાર પાણી પીવા પણ આ વાડીએ આવે છે.આ અંગે કડીયાળીના માજી સરપંચ દ્વારા પણ કડીયાળી ગામે આવેલ સ્કૂલ પાસે પણ અવાર-નવાર દિપડો દેખાય છે તો આ દિપડાને પણ પાંજરે પુરવો અતિ જરૂરી છે. નહી તો ગમે ત્યારે સ્કૂલમાં ઘુસી જશે તો મોટી જાનહાની થવાની શકયતા છે.આમ, રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સિંહ, દિપડા જેવા પ્રાણીઓની રંજાડ દિવસે દિવસે વધી રહે છે. ત્યારે આ અંગે વનતંત્ર સજાગ રહેશે કે પછી? આગેસે ચલી આતિ હૈ મુજબ કાર્યવાહીના નામે ઠાગાઠૈયા કર્યા કરશે.લોકો જયારે ભયના ઓથારા નીચે જીવી રહ્યા છે ત્યારે વનતંત્રને સરકાર દ્વારા તાત્કાલીક કાર્યવાહી થાય તેમજ દિપડાને તથા સિંહને પાંજરે પૂરવામાં આવે તેવી ખેડૂતો અને લોકોની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.