Abtak Media Google News

રાજુલામાં રેલવેની જમીનનો મુદો હવે ઉગ્ર બનતો જાય છે. અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરમાં યાર્ડ સામે રેલવેની જમીન નગરપાલિકાને આપવા માટે 8 દિવસ પહેલા માંગણી કરવામાં આવી હતી. તેને લઈ વિવાદ હવે ઉગ્ર બની રહ્યો છે. રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરએ ચીમકી આપી હતી કે જ્યાં સુધી રેલવેની જગ્યા જ મળે અને કોઈ નિરાકરણ ન આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ જ રહેશે. આ ચીમકી બાદ આજે નવમા દિવસે અંબરીશ ડેરનો ઉપવાસ યથાવત છે. ત્યારે સમગ્ર ગુજરાતના કોંગી નેતાઓ તેમણે સમર્થન આપી રહ્યાં છે.

આ રેલવે જમીન પ્રશ્ને આંદોલનમાં બેઠેલા લોકોને રાજુલા રેલવે જંક્શન પર માણસોનો જમાવડો જોવા મળ્યો છે. આંદોલનકારીને સહકાર આપવા માટે રાજુલાથી રેલવે જંક્શન સુધી લોકો એકઠા થઈ ગયા છે. આ જોઈને DRM ઓફિસના માણસો દ્વારા વાટાઘાટો શરૂ થઈ ગઈ છે. આ વાટાઘાટોમાં જોયે એવું પરિણામ નહિ આવે તો આંદોલન હજી ઉગ્ર બનશે.

અમરીશ ડેર ઉપવાસ પર ઉતાર્યાનો આજે 9મો દિવસ છે. તેઓ રાજુલા રેલ્વે રાજુલાન જંક્શન ખાતે આ આંદોલન કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા MLA અમરીશ ડેરએ ચીમકી આપી છે કે તેઓ આજથી રેલવેના પાટા પર આંદોલન કરશે. તંત્ર દ્વારા કોઈ બાબત નું હકારાત્મક પગલું કાલ બપોર સુધી માં ઉઠાવવામાં નહિ આવે તો રેલવે ટ્રેક ઉપર બેસી અને સવિનય કાનૂનભંગ કરી ટ્રેન રોકવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહેતો નથી.

Rajulaઆ આંદોલનમાં ગુજરાત આહીર સમાજના અગ્રણી ભીખુભાઈ વારોતરિયા, પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર, યુવક કોંગ્રેસના અભય જોટવા, ગુજરાત જનચેતના પાટીના અધ્યક્ષ મનુભાઈ ચાવડા તથા રાજુલાના વિવિધ સ્વૈચ્છીક સંસ્થાના આગેવાનો સહકાર આપવા માટે આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.