Abtak Media Google News

મિત્રતા એક માત્ર એવો સંબંધ છે જે દરેક જીવને જાતે જ પસંદ કરવાની સ્વતંત્રતા મળે છે. મિત્ર જીવન ઉગારી પણ શકે છે અને બગાડી પણ શકે છે. દરેક હાથ મેળવનારા મિત્રો જ નથી હોતા, મિત્રો સંકટ સમયની ચાવી હોય છે.જ્યારે કોઈપણ વ્યકિતનુ દીલ તૂટે છે કે વિશ્વાસઘાતનો શિકાર બને છે ત્યારે સરળતાથી કોઇ પર વિશ્વાસ મૂકી શકતા નથી. પ્રેમ તો છોડો મિત્રો બનાવવામાં પણ મુશ્કેલી સર્જાય છે. જ્યોતિષશાસ્ત્ર દ્વારા જાણી શકાય છે કે કઈ રાશિના જાતકો મિત્રો બનાવવામા ખૂબ જ સાવધાની વર્તે છે જ્યારે કઈ રાશિના જાતકો ખૂબ જ સરળતથી મિત્રો બનાવવા સક્ષમ છે.

  1. વૃષભ

જ્યોતિષશાસ્ત્રમાં , વૃષભ એ રાશિચક્રનું બીજું ચિહ્ન છે, જે લગભગ 20 એપ્રિલથી લગભગ 20 મે સુધી વર્ષના તે ભાગનું સંચાલન કરે છે. બળદ તરીકે તેનું પ્રતિનિધિત્વ બળદ કરે છે.વૃષભ રાશિના જાતકો લોકો પર સરળતાથી વિશ્વાસ મૂકી શકતા નથી. તેઓ લોકો સાથે ભળવામાં ખૂબ જ સમય લગાડે છે. જો ભૂતકાળમાં ક્યારેય વિશ્વાસઘાતનો શિકાર બન્યા હોય તો તેઓ નવા મિત્રો બનાવવા કરતા એકલા રહેવાનુ વધુ પસંદ કરે છે.

  1. કર્ક

જ્યોતિષશાસ્ત્રમાં , કેન્સર એ રાશિચક્રનું ચોથું ચિહ્ન છે , જેને લગભગ 22 જૂનથી લગભગ 22 જુલાઈ સુધીના સમયગાળાને સંચાલિત માનવામાં આવે છે. કરચલો તેનુ પ્રતિનિધિત્વકર્ક રાશિના જાતકો કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરતા પહેલા ખૂબ જ સાવધાની વર્તે છે. જો તેઓને ખૂબ જ દુ:ખ લાગ્યુ હોય તો પણ તેઓ પોતાની લાગણી દર્શાવતા નથી તેઓ સમજે છે કે તેનાથી તેમની દૂરબળતા બહાર આવશે તેમજ તેઓ નવા મિત્રો બનાવીને પોતાનું મિત્ર વર્તુળ પણ વધારવા ઇચ્છતા નથી.

  1. મકર

જ્યોતિષશાસ્ત્રમાં , રાશિચક્રની 10મી નિશાની, લગભગ 22 ડિસેમ્બરથી લગભગ 19 જાન્યુઆરી સુધીના સમયગાળાને સંચાલિત માનવામાં આવે છે.આ રાશિનું પ્રતિનિધિત્વબકરીને રજૂ કરવામાં આવે છે.મકર રાશીના જાતકો ખૂબ જ પ્રામાણિક અને સજાગ હોય છે. તેઓ સંબંધ તેની સાથે જ બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેના પર તેઓ વિશ્વાસ કરી શકે તેમજ તેઓ માટે જીવનભરની મિત્રતા ખૂબ જ અગત્યની હોય છે .પરંતુ જો કોઈ મિત્રો તેમની સાથે વિશ્વાસઘાત કરે તો તેઓ સહેજ પણ ચલાવી લેતા નથી અને ત્યાં જ મિત્રતાના સંબંધને પૂર્ણવિરામ આપી દે છે.

  1. મીન

જ્યોતિષશાસ્ત્રમાં , મીન રાશિ એ રાશિચક્રનું 12મું ચિહ્ન છે, જે લગભગ 19 ફેબ્રુઆરીથી લગભગ 20 માર્ચ સુધીના સમયગાળાને સંચાલિત માનવામાં આવે છે. બે માછલીઓ એકસાથે બંધાયેલી હોવાનું તેનું પ્રતિનિધિત્વ સામાન્ય રીતે ગ્રીક પૌરાણિક કથા સાથે સંબંધિત છે.મીન રાશિના જાતકો ખૂબ જ સરળતાથી મિત્રો બનાવતા નથી કારણ કે તેઓ સહજતાથી કોઈ પર વિશ્વાસ કરતા નથી તેમ જ જ્યારે તેઓ કોઇ પણ સાથે મિત્રતા કેળવવા ન ઈચ્છતા હોય તો પણ સ્પષ્ટ રીતે જણાવી દે છે પરંતુ જો કોઈ આ જાતકોનું દિલ જીતી લે છે તો મીન રાશિના લોકો ખૂબ જ શ્રેષ્ઠ મિત્ર તરીકે સાબિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.