Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય બોર્ડરના ૫૦ કિ.મી.સુધીનો ડ્રોન ઝોન રહેશે

દેશના નાગરીકોને હવે પોતાના ખાનગી ઉપયોગ માટે ઓકટોબરથી ડ્રોન ઉડાડવાની છૂટ આપવામાં આવશે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે સીવીલ એવીએશન મીનીસ્ટ્રી જલ્દી જ માનવરહીત હવાઈ વાહનોને ચલાવવાની પરવાનગી આપશે. જણાવી દઈએ કે હાલ ભારતમાં સામાન્ય લોકોને ડ્રોન ઉડાડવાની મંજૂરી નથી સીવીલ એવીએશન સેક્રેટરી આર.એન. ચોબેએ જણાવ્યું કે મંત્રાલય લોકોને ડ્રોન ઉડાડવાની મંજૂર હવે ઓનલાઈન આપવા અંગે ફેમવર્ક કરી રહ્યું છે. તેથી તેઓ ડ્રોનની પરવાનગી મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. ડ્રાફટ રેગ્યુલેશન મુજબ દરેક ડ્રોનને યુનિક આઈડેન્ટી નંબર આપવામાં આવશે ત્યારે ૨૫૦ ગ્રામથી ઓછુ વજન ધરાવતા નેનો ડ્રોને એક જ વખત મંજૂરી મેળવવાની રહેશે.

હાલ અરેક્રફટ નિયમોમાં ડ્રોનની ખરીદી કે વેચાણ અંગેના કાયદા નથી ઓકટોબર ૨૦૧૪માં ડાયરેકટરેટ જનરલ સિવિલ એવિએશને લોકોને માનવરહીત હવાઈ વાહનો ઉડાડવા પર પ્રતિબંધ મૂકયો હતો. ત્યારે નવેમ્બર ૨૦૧૭માં મિનિસ્ટ્રીએ લોકોને ડ્રોન અંગેના નિયમો જાહેર કર્યા હતા. અવિએશન સેક્રેટરી આર.એન. ચોબે જણાવે છે કે અમે લોકોના ઉપયોગ માટે ડ્રોનની પરવાનગી ઓનલાઈન આપવા અંગેની સિસ્ટમ બનાવી રહ્યા છીએ. એટલે ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ ડ્રોન ઉડાડવાની પરવાનગી હવે ઓકટોબરથી મળશે.

પરવાનગી આપવાની સાથે તેનાનિયમો પણ જાહેર કરવામાં આવશે ડ્રોન ઉહાડવા માટેનું કારણ વ્યાજબી હોવું જોઈએ અને કોઈપણ આંતરરાષ્ટ્રીય બોર્ડરના ૫૦ કિ.મી. સુધી નો ડ્રોન ઝોન રહેશે રાજય સીવીલ એવિએશન મીનીસ્ટર જયંત સિંહા સહિતના ટાસ્ક્ફોર્સના ૧૩ સભ્યો માનવરહીત હવાઈ વાહનોની મંજૂરીના અમલીકરણ માટે રોડમેપ તૈયાર કરી રહ્યું છે. ટાસ્ક ફોર્સ મેકેનીઝમ, મેટ્રીકસ મુજબ યુએવી ટેકનોલોજીથી સિસ્ટમ તૈયાર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.