પેટ્રોલના ભાવ વધારાને લઇને ભાજપ-કોંગ્રેસ વચ્ચે થઇ આવી વાત, જાણીને હસવું આવશે !

દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે સામાન્ય માણના ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. આ વચ્ચે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક એવુ નિવેદન આપ્યુ છે કે, જેના પર રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું શિયાળો પૂર્ણ થતાજ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટી જશે. આના પર કોંગ્રેસ પાર્ટીએ પ્રહાર કરતા કહ્યું હતું કે, શું આ મોસમી ફળ છે ?

ટ્વિટર પર કોંગ્રેસના નેતા ડોક્ટર અજોય કુમારે ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદનને વિચિત્ર ગણાવતાં પૂછ્યું કે, શું પેટ્રોલ અને રસોઈ ગેસ મોસમી ફળ છે? તેમણે ટ્વીટ કર્યું, “પેટ્રોલિયમ, તેલ અને કુદરતી ગેસ શિયાળા ઘટશે, પછી ભાવ ઘટશે … શિયાળામાં આવું થાય છે.”પેટ્રોલ અને એલપીજીનું મોસમી ફળ શું છે?

ઘણા શહેરામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો 100 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઈ છે. શુક્રવારે પેટ્રોલિયમ,પ્રાકૃતિક ગેસ અન ઈસ્પાતમંત્રીએ દાવો કર્યો હતો કે શિયાળાની ઋતુના અંત સાથે તેમના ભાવમાં ઘટાડો થશે.

ધર્મેન્દ્ર પ્રધાનને જણાવ્યું હતું કે,”આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમના ભાવમાં થયેલા વધારાને કારણે ગ્રાહકો પણ પ્રભાવિત થયા છે. શિયાળો પૂરો થવા જઇ રહ્યો હોવાથી કિંમતોમાં થોડો ઘટાડો થશે. આ આંતરરાષ્ટ્રીય બાબત છે, માંગ વધતા જ ભાવમાં વધારો થાય છે. આ શિયાળામાં થાઈ છે. મોસમ પૂરો થતાંની સાથે જ ભાવમાં ઘટાડો થઈ જશે.”

ડીઝલ-પેટ્રોલ અને સસાઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત વધારાને લઈને વિપક્ષી દળ દેશના વિભિન્ન ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ શુક્રવારે પેટ્રોલના વધતા ભાવને લઈને એક ઓટો રિક્ષા ખેચીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. જ્યારે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે પોતાના આવથી પટના સચિવાલય સુધી સાઈકલ લઈને પોહોંચ્યા હતાં.