Abtak Media Google News

એક ટીનેજરને પણ આ રીત ઘણી કામ લાગી હતી. આજ સુધી એમ જ માનવામાં આવતું કે જેને શોખ હોય એ લોકો જ પ્રાણીઓને પાળે, પરંતુ વ્યક્તિના માનસિક ઇલાજ માટે પણ પ્રાણી પાળી શકાય અને એ ઇલાજમાં એ ઘણું મદદરૂપ ઈ શકે એ કઈ રીતે શક્ય છે એ જાણીએ

મુંબઈમાં રહેતી સમૃદ્ધ ઘરની એક ૧૯ વર્ષની છોકરીને ઘરમાંી જરૂરી પ્રેમ અને સંભાળ મળી રહ્યાં નહોતાં. ફાસ્ટ લાઇફમાં ઘરના બધા સદસ્યો પોતપોતાની રીતે જીવતા હતા અને દીકરી જે પ્રેમ ઘરમાં નહોતો મળી રહ્યો એની તલાશ બહાર કરવા નીકળી. કોલેજના લગભગ દરેક છોકરામાં તે આ પ્રેમની તલાશ કરી ચૂકી હતી, પરંતુ જેટલા પણ આવ્યા એ બધા તેનો ફાયદો ઉઠાવવાવાળા જ નીકળ્યા. છેલ્લે હદ ત્યારે ઈ જ્યારે ઇન્ટરનેટ પર છોકરાઓને પોતાની તરફ આકર્ષવા માટે તેણે પોતાના અમુક એક્સપોઝ્ડ ફોટો મૂક્યા. ઘરના લોકો છેક ત્યારે જાગ્યા. તેમને યું કે કંઈક ભારે ગરબડ ઈ છે. છોકરી એટલી હદે ખરાબ હાલતમાં હતી કે આખો દિવસ રૂમમાં બેસીને રડ્યા કરતી. સાઇકિયાટ્રિસ્ટ પાસે ગયા તો તેમણે ઇલાજમાં ઘરમાં પેટ એટલે કે પાળતુ પ્રાણી, ખાસ કરીને કૂતરો પાળવાની સલાહ આપી. ઘરના લોકોને લાગ્યું કે આ કેવી વિચિત્ર સલાહ છે? પરંતુ તેમણે માની લીધી. એક ચમકતું પોમેરેનિયન પપી ઘરમાં આવ્યું, જેનું નામ અલાદ્દીન પાડવામાં આવ્યું. એના આવવાી ઘરમાં રોનક પરાઈ ગઈ. અલાદ્દીન સતત તે છોકરી સો રહેવા લાગ્યું. પેલી છોકરી અલાદ્દીનની સંભાળ રાખવામાં મશગૂલ ઈ ગઈ. આજે ૩ મહિના બાદ અલાદ્દીનને કારણે આ છોકરીની માનસિક હાલત એકદમ સ્વસ્ છે અને તે કોઈ વિચિત્ર વર્તન કરતી ની. સરસ ભણે છે અને એકદમ નોર્મલ બની ગઈ છે. સૌી મોટી વાત પોતાના જીવની તે ખૂબ ખુશ છે. બહાર પ્રેમ માટે ફાંફાં મારવાની તેને જરૂર ની.

ઇલાજ માટે

પ્રાણીને પાળવાનો શોખ ઘણા લોકોને હોય છે. કૂતરું, બિલાડી, સસલું, કાચબા જેવાં ઘણાં પ્રાણીઓને લોકો ઘરે પાળતા હોય છે. એમની પોતાના સંતાન જેવી જ કાળજી લેતા હોય છે અને એમના માટે કંઈ પણ કરી છૂટતા હોય છે. પરંતુ પ્રાણીઓને પાળવા પાછળનું કારણ જે જ્ઞાત છે એ છે શોખ. પરંતુ આજકાલ સાઇકિયાટ્રિસ્ટ દરદીના ઇલાજ સંદર્ભે તેને ગમતું પ્રાણી પાળવાની સલાહ આપે છે. ઇલાજમાં એનો ખાસ ઉપયોગ કરે છે અને ઉપરના કેસમાં જોયું એમ એ ઘણું જ મદદગાર સાબિત ઈ રહ્યું છે. પાળતુ પ્રાણીઓ માનસિક રોગના ઇલાજમાં કઈ રીતે મદદરૂપ ઈ શકે છે એ સમજવાની કોશિશ આજે આપણે કરીશું. હાલમાં જ એક રિસર્ચ પ્રકાશિત યું હતું, જેમાં આ બાબતને સર્મન આપવામાં આવ્યું હતું કે પાળતુ પ્રાણીઓ માનસિક રોગીઓ માટે ઉપયોગી સાબિત ાય છે.

રિસર્ચ

બ્રિટનની યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટર દ્વારા કરવામાં આવેલા અને  સાઇકિયાટ્રી જર્નલમાં છપાયેલા એક રિસર્ચ અનુસાર એક માનસિક રોગી માટે પાળતુ પ્રાણી ખૂબ જ ઉપયોગી સાબિત ાય છે. ૧૮ વર્ષી ઉપરના ૫૪ માનસિક રોગીઓના ઇન્ટરવ્યુ લઈને આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. એ અનુસાર આ પ્રાણીઓ તેમને બિનશરતી પ્રેમ, હૂંફ અને સપોર્ટ આપે છે; જેને કારણે તે સામાજિક સ્તર પર મજબૂત રહી શકવાને સક્ષમ બને છે. રિસર્ચ જણાવે છે કે સતત સો રહેવાને લીધે માનસિક રોગીને તેઓ શાંત રાખી શકતા હોય છે, જે ેરાપ્યુટિક ફાયદાઓી ઓછું ની હોતું. રિસર્ચમાં જણાવવામાં આવ્યું કે માનસિક રોગીઓ પ્રત્યે સમાજ ઉદાસીનતા સેવે છે. તેમના પોતાના લોકો પણ તેમને ધુત્કારતા હોય છે કે તેમનાી દૂર ભાગતા હોય છે એવામાં આ પ્રાણીઓ એમના માલિકને માનસિક રોગી હોવા છતાં પૂરી રીતે સ્વીકારે છે અને તેમનો સા આપે છે. એ બાબત એક માનસિક રોગી માટે ઘણી સકારાત્મક સાબિત ાય છે, જે તેને પોતાના રોગ સામે લડવાની શક્તિ પણ આપે છે. રિસર્ચમાં ૬૦ ટકા માનસિક રોગીઓએ કહ્યું કે તેમનાં પાળતુ પ્રાણીઓ તેમના માટે તેમના જીવનનું કેન્દ્ર બની ગયાંછે. રિસર્ચમાં માનસિક રોગીઓએ કબૂલ્યું કે તેમનાં પ્રાણીઓ તેમને તેમનાં લક્ષણોી ધ્યાન હટાવવામાં તેમની મદદ કરે છે અને આપઘાત કરવા જેવા નકારાત્મક વિચારોને તોડે છે. આ સંશોધકોએ ખાસ રેકમન્ડેશનમાં ઉમેર્યું છે કે માનસિક રોગીઓ માટે તેમની સંભાળ ર્એ અને ઇલાજના ભાગરૂપે પેટ્સનો ઉપયોગ કરવો જ જોઈએ.

બિનશરતી પ્રેમ અને વફાદારી

ઘણા લોકો એવા છે જેમને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ અને કરુણા હોય તો એવા લોકોના ઘરમાં પ્રાણીઓ હોય એમાં નવાઈ ની. ઘરમાં પાળે એટલું જ નહીં, એ પ્રાણીઓ તેમના ઘરના સદસ્યો જેવાં જ હોય. એમની સો વોક કરવા જાય, ફરવા જાય, એમની સો જસૂવે-ઊઠે અને ખાય, સો નહાય અને આ રીતે રોજિંદું જીવન અને જીવનની ઘણી મહત્વની ક્ષણો પણ સો જીવે. આ બાબતે પોતાનો મુદ્દો સમજાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડોકટર કહે છે, તમે પોતાનું પાળતુ પ્રાણી ખોવાઈ ગયું હોય ત્યારે એનાં પોસ્ટર હામાં લઈને રખડતા લોકો જોયા જ હશે. જો એ મરી જાય તો જાણે કે સ્વજન મરી ગયું હોય એમ ઘરમાં શોક પાળે અને હીબકે-હીબકે રડે એવા લોકો પણ તમે જોયા જ હશે. આવું ાય છે એનું કારણ એ છે કે પોતાનાં પાળેલાં આ પ્રાણીઓ સો લોકો સંવેદના અને લાગણીના તાંતણે બંધાઈ જતા હોય છે અને આ મૂંગાં પ્રાણીઓ એના માલિકને બિનશરતી પ્રેમ કરતાં હોય છે. આ પ્રેમ અને વફાદારી જ છે જેનાી માણસો જિતાઈ જાય છે. આવો પ્રેમ માણસને માણસ પાસેી મળે જ એવું આજના સમયમાં જરૂરી ની. આવા પ્રેમની જરૂર આમ તો દરેક વ્યક્તિને છે, પરંતુ ખાસ કરીને માનસિક રોગીને સૌી વધારે છે. એટલે માનસિક રોગી માટે પાળતુ પ્રાણી ઘણું જ ઉપયોગી સાબિત તું હોય છે.

ઇમોશનલ સિક્યોરિટી

એક માણસની અલગ-અલગ જરૂરિયાતો હોય છે જેમ કે શારીરિક, ર્આકિ, માનસિક, સામાજિક અને લાગણીકીય વગેરે. દરેક જરૂરિયાતનું પોતાનું મહત્વ છે. એક પાળતુ પ્રાણી એના માલિકને ભરપૂર પ્રેમ આપીને એની લાગણીકીય જરૂરિયાત પૂરી કરતું હોય છે. આ વાત પર ભાર આપતાં ડોકટર કહે છે, આપણને જોવા મળે છે કે લોકો પોતાની પૂરી સંપત્તિ બાળકોને આપવાને બદલે પોતાના પ્રાણીના નામે કરતા જાય છે. ૫૦,૦૦૦નો બેલ્ટ કે ૫૦૦૦નો બોલ પાળતુ પ્રાણી માટે ખરીદે છે. પહેલી નજરે હાસ્યાસ્પદ લાગતી આ વાતમાં સમજવા જેવી વાત એ છે કે લોકો ક્યારે આવું કોઈના માટે કરે? તેમના પ્રાણીએ તેમને કેટલો સંતોષ અને પ્રેમ આપ્યો હશે કે એના બદલામાં તે આ કરવા પણ તૈયાર ઈ જાય છે. આ દેખાદેખી ની. માણસને સતત કોઈની કંપની જોઈએ, કોઈનો બિનશરતી પ્રેમ જોઈએ અને પોતાના પ્રત્યેની વફાદારી જોઈએ જે તેને પાળતુ પ્રાણી આપી શકે છે અને એને કારણે તેની ઇમોશનલ નીડ એટલે કે લાગણીકીય જરૂરિયાત સંતોષાય છે; જેને લીધે તેનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઠીક રહે છે.

કયા દરદીઓને મદદરૂપ?

આમ તો પ્રાણી ઘરમાં આવે એટલે એક નાનું બાળક આવે એવું વાતાવરણ બદલી નાખે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં પેટ્સ બદલાવ લાવી શકે છે. જોવા મળે છે કે જે ઘરમાં કજિયા-કંકાસ વધુ હોય એ ઘરમાં પાળતુ કૂતરો આવી જાય તો પછી ઝઘડાઓ ઘટી જાય છે. એનું કારણ એ છે કે ઘરના દરેક સભ્યની ઇમોશનલ નીડ પૂરી ઈ જતી હોવાી એકબીજા પર બિનજરૂરી અપેક્ષાઓનું દબાણ ખતમ ઈ જાય છે. પરંતુ અમુક ખાસ લોકો છે જેમના ઘરમાં પેટ્સ ન હોય તો તેમણે રાખવા જ જોઈએ એવી સલાહ આપતાં ડોકટર કહે છે, અમુક વાર પેટ્સ લોકોને માનસિક રોગી બનતા અટકાવે છે જેમ કે જે લોકો એકલા રહેતા હોય તેમણે પેટ્સ રાખવા જોઈએ. આજના સમયમાં જ્યારે કરોડો લોકોની દુનિયામાં માણસો વધુ ને વધુ એકલા તા જાય છે ત્યાં આ પ્રાણીઓ ઘણાં મદદરૂપ ઈ શકે છે. ઘરી દૂર રહેતા ટીનેજર્સ કે યુવાનો, એકલી ીઓ, મોટી ઉંમરે એકલા પડી ગયેલા લોકો માટે આખાસ ઉપયોગી સલાહ છે. આ સિવાય જે મોટી ઉંમરના લોકો પોતાનાં બાળકોને અને તેનાં બાળકોને ખૂબ મિસ કરતા હોય અને એને કારણે દુ:ખી રહેતા હોય તેમણે પ્રાણી પાળવું જોઈએ. આ સિવાય બોર્ડરલાઇન પર્સનાલિટી ધરાવતા દરદીઓ, ડિપ્રેશનના દરદીઓ અને માનસિક રોગીઓ; જેમાં ખાસ બાળકો માટે પ્રાણીઓ ઘણાં જ ઉપયોગી સાબિત ાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.