Abtak Media Google News

પોતાનું અને પરિવારનું રક્ષણ કરવા લોકોને કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીઓની ઓળખ મળવી જરૂરી: અનેક રજૂઆતો છતા તંત્ર દાદ ન આપતા કોંગ્રેસનો હાઈકોર્ટમાં નગારે ઘા

હાઈકોર્ટે કોર્પોરેશનને નોટિસ પાઠવી પોતાનો જવાબ રજૂ કરવા આદેશ આપ્યો

રાજકોટ મ્યુ. કોર્પોરેશનના કમિશનરે તા.૨૭ જુલાઈના રોજ કોરોના દદીની ઓળખ જાહેર ન કરવા બાબતે કરેલ મૌખિક આદેશ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન(પી.આઈ.એલ.) પીટીશન દાખલ કરવામાં આવેલ છે. પી.આઈ.એલ. પીટીસનની વિગત મુજબ રાજકોટ મ.ન.પા.ના કમીશનર કોરોના પોઝીટીવ દર્દીની પ્રાઈવસી જોખમાતી હોય, તેમજ સામાજીક રીતે હેરાનગતી થતી હોય, તે બાબતે અનેક પત્રો અને ફોની યુ. કમીશ્નરને ફરીયાદ થતા, યુ.કમીશ્નર ઉદીત અગ્રવાલએ સંબંધીત વિભાગના અધિકારીને આદેશ કરેલ કે, કોરોના પોઝીટીવ દર્દીઓના નામ સરનામા સતાવાર રીતે. જાહેર ન કરવા.

રાજકોટની બહોળી સંખ્યામાં પ્રજાજનોને સ્પર્શતી વિગત હોવા છતા મ.ન.પા, કમીશનરએ ઉપરોકત આદેશ મૌખિક રીતે આપેલો છે. અને જે તે હુકમ લેખિત સ્વરૂપમાં કરવામાં આવેલ નથી. આ મૌખિક આદેશ થયા બાદ કોંગી અગ્રણી અને કોર્પોરેટર અતુલભાઈ રાજાણી તેમજ કોંગી આગેવાનો ગાયત્રીબા વાઘેલા, વશરામભાઈ સાગઠીયા, મનસુખભાઈ કાલરીયા અને વિશાળ સંખ્યામાં જાગૃત નાગરીકોએ મ્યુ. કમીશનરને આવેદન આપેલ અને મ્યુ. કમીશનરને એકથી વિશેષવાર રજુઆતો કરેલ અને ધરણા સહીતના કાર્યક્રમ આપેલ છે. પરંતુ યુ.કમીશનરએ તેનો તુઘલખી નિર્ણય ચાલુ રાખતા ગુજરાત હાઈકોર્ટમાં અતુલભાઈ રાજાણીએ પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન(પી.આઈ.એલ.) ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ- બિજ વિ. શેઠ મારફત દાખલ કરેલ છે.

Vlcsnap 2020 09 01 13H08M58S317

પીટીશનમાં જણાવ્યા મુજબ મ્યુ. કમીશ્નરનો સદરહુ હુકમ અવિચારી, મહત્વહિન, ગેરકાયદેસર અને વાસ્તવિક પરીસ્થિતિથી વિરૂધ્ધનો અને પ્રજાના હિતમાં નથી. ઓથોરીટીએ પ્રજાના આરોગ્ય અને સ્વતંત્રતાનું રક્ષણ કરવાની જવાબદારી માટે શરમાવવાનું નથી કે પીછેહઠ કરવાની નથી. જયારે વ્યક્તિના જીવનને સ્પર્શતા બંધારણીય મુળભુત અધિકારો અને પ્રાઈવસીના અધિકારોનો ટકરાવ તો હોય ત્યારે વ્યક્તિના જીવનને સ્પર્શતા મુળભુત અધિકારોને વધારે મહત્વ આપવું જોઈએ. રાજય અને તેના સતા અધિકારીઓએ એવી રીતે વર્તવું જોઈએ કે તેનાી પ્રજાજનોના જીવન અને વ્યકિતગત સ્વાતંત્રય જોખમાય નહી. મીનીસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમીલી વેલફેર – ભારત સરકારની વેબસાઈટમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલ છે કે, કોઈ પણ વ્યકિત કોવિડ – ૧૯ ધરાવતા અન્ય વ્યક્તિના સંપર્કમાં આવવાથી તેને કોવિડ-૧૯ થઈ શકે છે અને તેને લગતા વિષાણુઓ ફેલાઈ છે અને તેટલા માટે બે વ્યકિતઓ વચ્ચે ત્રણ ફુટનું અંતર જરૂરી છે. આ સંજોગોમાં ઉપરોકત રોગને વિશેષ ફેલાતો અટકાવવા કોવિડ – ૧૯ ધરાવતા કે તેના બાબતેના લક્ષણો ધરાવતા વ્યકિતના નામ પ્રસીધ્ધ વા જરૂરી છે. જેથી સામેની વ્યકિત સંક્રમિત ન થાય અને સંક્રમણ વિશેષ ફેલાતું અટકાવી શકાય. પરંતુ મ્યુ. કમીશનરનો ઉપરોકત ઉલ્લેખેલ મૌખિક હુકમ પ્રજાના આરોગ્યને જોખમમાં મુકનારો સાબિત થાય તેમ છે. યુ. કમીશનર દર્દીના પ્રાઈવસીના અધિકારને રક્ષણ રવાના બહાને નામ જાહેર કરવા મનાઈ ફરમાવે છે. પરંતુ વાસ્તવિક રીતે તેઓ કોરોના વાઈરસને નિયંત્રણમાં લેવામાં નિષ્ફળ ગયેલ છે. તે ખામી હાકવાનાં પ્રયાસરૂપે આ હુકમ કરવામાં આવેલ છે. આ મહામારીને ફેલાતી અટકાવવાનો એક અગત્યનું પાસુ – ’કોન્ટેક ટ્રેસીંગ’ છે. જેનાી સંક્રમિત વ્યકિતની ઓળખ મળેથી તેને યોગ્ય સારવાર આપી, તેના પરીચયમાં વિશેષ લોકો ન આવે તે માટે નામ પ્રસીધ્ધ વા જરૂરી છે. પરંતુ યુ. કમીશનરશ્રીના હુકમથી હેલ્થકેર અને ફન્ટલાઈન વર્કરને મહામારી નાવા માટે ખુબ જ મુશ્કેલી પડે તેમ છે, નામ પ્રસીધ્ધ કરવા બાબતેનો મુખ્ય આદેશએ હતો કે તેના સંપર્કમાં આવેલા અન્ય વ્યકિતઓને જાણ થાય અને તેઓ વિશેષ ગંભીર રીતે સંક્રમિત થાય તે પહેલા જાતે સારવાર લઈ, આઈશોલેટ થઈ, વિશેષ સંક્રમણ ફેલાતું અટકાવી શકે અને પોતાના જીવને તેમ જ પોતાના કુટુંબીજનોના જીવને રક્ષણ આપી શકે અને બચાવી શકે. પરંતુ મ્યુ. કમીશનરના અવિચારશીલ, બંધારણીય અધિકારો વિરૂધ્ધના અને ગેરકાયદેસર હુકમી પ્રજાના આરોગ્ય સો ગંભીર ચેડા ઈ રહયા હોય, અરજદાર અતુલભાઈ રાજાણીએ ઉપરોકત ઉલ્લેખેલ પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન પીટીશન દાખલ કરેલ છે.

એડમીનશન હિયરીંગ સમયે એડવોકેટ – બ્રિજ વિકાસ શેઠએ રજુઆત કરેલ કે, કોઈ પણ આમ પ્રજાજને પોતાના તથા પોતાના કુટુંબીજનોના જીવન રક્ષણ માટે તેની આજુબાજુમાં અવા તેઓ જે એરીયામાં રહે છે. ત્યાં કોવિડ – ૧૯ના પેસન્ટની માહિતી મળવી જરૂરી છે. જેથી તે જે તે એરીયામાં પોતાનું તથા પોતાના કુટુંબીજનોનું આવાગમન અટકાવી શકે અને જો તે તેવા સંક્રમિત વ્યકિતના પરીચયમાં આવેલ હોય તો આગોતરા સારવાર બાબતેના તાત્કાલીક પગલા લઈ શકે. સંક્રમિત વ્યકિત કોઈ, અનૈતિક કામ કરનાર વ્યકિત નથી કે તેનું નામ જાહેર કરવાથી સમાજમાં તેની પ્રતિષ્ઠાને કોઈ અવળી અસર પહોંચે. તેમજ નામ જાહેર કરવાી સંક્રમિત વ્યકિતના રોજબરોજમાં સંપર્કમાં આવતા સ્વીપર કામવાળા ધોબી, દુધવાળા, સ્ટાફના સભ્યો, શાકભાજીવાળા, ચોકીદાર તેમજ દવા અને જીવન જરૂરીયાતની ઘરે બેય સેવાઓ પુરી પાડતા વ્યકિતઓ પોતાની જાતને તેવી સંક્રમિત વ્યકિતી બચાવી શકે અને સંક્રમણ વિશેષ ફેલાતું અટકે. પરંતુ મ્યુ. કમીશ્નરએ છેલ્લા એક માસ ઉપરાંતથી સંક્રમિત વ્યકિતના નામ છુપાવવાનું તેમજ ભોગ બનનાર અને મૃત્યુ પામનાર વ્યકિતઓના આંકડા પણ છપાવવાનું શરૂ કરેલ છે. જેને કારણે રાજકોટના પ્રજાજનોમાં જાણ્યે અજાણ્યે સંક્રમિત વ્યકિતનો દર ખુબ જ મોટા પ્રમાણમાં વધેલ છે. કોવિડ પેશન્ટને આ મહામારી બાબતે સાચી સમજણ ન આપવાને કારણે કોવિડ પેશન્ટના મનમાં આ મહામારી તેના માટે કલંક છે. તેવી છાપ ઉભી થયેલ છે અને તેના કારણે તે લાંબા સમય સુધી તેના સમ્પર્કમાં આવતા લોકોને સામેથી પોતે સંક્રમિત છે તેવું જણાવતા નથી. અને પોતાની ચંચળતાથી તેઓ બહાર હરવા ફરવાનું ચાલુ રાખે છે. તે સંજોગોમાં નામ જાહેર કરવાી સંક્રમિત વ્યકિતની આજુબાજુના વ્યક્તિઓ પોતાની જાતનું રક્ષણ કરી શકે. પરંતુ તે તમામ સંજોગો વિરૂધ્ય મ્યુ. કમીશનરએ પ્રજાના હિત વિરૂધ્ધ નામ છુપાવવાનો આદેશ કરેલ હોય, આ પીટીશન દાખલ કરવા ફરજ પડેલ છે.

અરજદારના એડવોકેટ બિજ વિકાસ શેઠને સાંભળી નામદાર ગુજરાત હાઈકોર્ટએ ઉપરોક્ત પીટીશન એડમીટ કરી રા.મ્યુ. કોર્પોરેશનને નોટીસ કરી, પોતાનો જવાબ રજુ કરવા આદેશ કરેલ છે. ઉપરોકત પી.આઈ.એલ.માં અરજદાર અતુલભાઈ રાજાણી વતી ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ બ્રિજ વિકાસ શેઠ, તથા વિકાસ કે. શેઠ એડવોકેટ દરજજે રોકાયેલ છે.

શંકાસ્પદ મોતના આંકડા જાહેર, પણ વાસ્તવિક આંકડા કયારે?

સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાથી થયેલા શંકાસ્પદ મોતના આંકડા જાહેર કરવામાં આવે છે.પરંતુ કોરોનાથી થયેલા વાસ્તવીક મોતના આંકડા જાહેર કરાતા નથી શંકાસ્પદ મોતની સંખ્યાવધુ હોય રોજબરોજ તેના આંકડા જાહેર કરાતા લોકોમાં ભય પ્રવૃત્તિ રહ્યો છે. પોઝીટીવ જાહેર થટાબાદ દર્દીનું મોત નિપજે તો તેને શંકાસ્પદ મોત ગણવામાં આવે છે. હકિકતમાં આ મોત કોરોનાથી થયું છે. કે નહી તે નકકી કરવા એક કમીટી રચવામાં આવી છે. આ કમીટી દ્વારા માત્ર ઉપરી વિભાગને જ આંકડા મોકલવામાં આવે છે. આંકડા જાહેર કરાતા નથી.આમ કોરોનાથી થયેલા વાસ્તવીક મોતના આંકડા જાહેર થતા નથી.

અન્ય લોકોની સલામતિ માટે દર્દીની ઓળખ જાહેર થવી જરૂરી: અશોક ડાંગર

Asok

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે અન્ય લોકોની સલામતી માટે દર્દીની ઓળખ જાહેર થવી જરુરી છે. લોકોના જાનની સલામતિ જાળવવી તે સરકારની ફરજ છે. સરકાર સંવેદનશીલ કહેવાય છે. પણ તંત્ર સંવેદનશીલ હોય તેવું લાગતું નથી. કારણ કે કોરોના ગ્રસ્ત દર્દીના નામ જાહેર ન કરવા તે તખલધી નિર્ણય છે. કોરોનાગ્રસ્ત દર્દીની વિગત જાહેર થાય તો જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હોય તેઓ પુરતી તકેદારી રાખી શકે, આમ શહેરીજનોની સુરક્ષા માટે દર્દીની વિગત જાહેર થવી જરુરી હોય કોંગ્રેસે અગાઉ અનેક વખત રજુઆતો કરી છે. પણ સરકારની મેલી મુરાદના પગલે કોઇ નિર્ણય લેવાયો નથી. જેથી અંતે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ થઇ છે. હાઇકોર્ટ શહેરની સુરક્ષાને ઘ્યાને રાખી કોર્પોરેશનને વિગતો જાહેર કરવાનો આદેશ આપશે તેવી આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.