Abtak Media Google News

જીરાસિક યુગના આ પક્ષીઓ વિશેનો સંશોધનાત્મક અહેવાલ પ્રકાશીક કરાયો

૧.૬૦ કરોડ વર્ષ પહેલા પ્લેનની સાઇઝના પક્ષીઓ ઊડતા હતા. જી હા, જુરાસિક યુગના પક્ષીના અવશેષો મળ્યા છે. જેના પર શોધ-સંશોધન બાદ પક્ષીવિદ્દોને જાણવા મળ્યું છે કે આ અવશેષો તો વિમાનના કદના પક્ષીઓના છે જે જુરાસિક યુગ એટલે કે લગભગ દોઢેક કરોડ વર્ષ પહેલા ધરતી પર વિચરતા હતા. વિહાર કરતા હતાં.

અંગ્રેજી વિજ્ઞાની સામાયિક ‘નેચર’માં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર આ પ્લેન સાઇઝના પક્ષી મોટાભાગે ચીનમાં વિહાર કરતા હતા. ઉલ્લેખનીય છે કે હોલીવુડના મશહુર ડાયરેકટર સ્ટિવન સ્પિલબર્ગની અંગ્રેજી મૂવી ‘અવતાર’માં બરાબર આ જ રીતે પ્લેન સાઇઝના પક્ષીઓ દર્શાવાયા હતા.જનરલ નેચરમાં લખ્યું છે તેમ વિજ્ઞાનીઓને આ અવશેષોના શોધ સંશોધનમાં જાણવા મળ્યું છે કે- એક ઝાડથી બીજા ઝાડ પર ઊડનારા આ મહાકાય પક્ષીના પેટનો ભાગ (ધડ), પગ અને નખ ખૂબ જ લાંબા  હતા. તેમની પૂંછ  ર૩ સેન્ટી મીટર એટલે કે ૯ ઇંચ જેટલી લાંબા અને તિક્ષણ હતી.

આ સિવાય તેમના પગના નખ ૮ સેન્ટીમીટર લાંબા હતા. વિજ્ઞાની ટીમને એમ પણ જાણવા મળ્યું છે કે તેમની ઊડવાની ક્ષમતા લાંબા અંતર સુધી ઊડાન ભરી શકે તેટલી ન હતી. તેઓ ખોરાક (શિકાર) પૂરતા જ ઊડાન ભરતા હતા.

તેઓ ડાયનોસોરના પૂરક અથવા સહયોગી ન હતા બલ્કે તેમના હરીફ હતા. ખોરાક શોધવા મામલે તેઓ એકબીજાના હરીફ હતા. જનરલ નેચરમાં પ્રકાશિત અહેવાલમાં દરેક પક્ષિવિદો અને પુરાતન યુગ વિશે રીસર્ચ કરતા વિજ્ઞાનીઓને રસ પડયો છે.

ચીનના ડાયનોસોર યુગ એટલે કે ૧.૬૦ કરોડ વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતા વિમાન કાય પક્ષીઓ વિશે હજુ વધુ રીચર્ચ ચાલુ છે. અને તેમાં નવા નવા મુદ્દાઓ સમયાંતરી પ્રકાશમાં આવતા રહેશે.

ન હોય…. ૧૦ ગજરાજો કરતાં પણ વિશાળ કદના પ્રાણીઓ ડાયનોસોરના સમયમાં હતાં !

ઓ બાપ રે…… ન હોય…. ૧૦ ગજરાજો (હાથી) કરતાં પણ વિશાળ કદના પ્રાણીઓ ડાયનોસોરના સમયમાં હતા. આ પ્રાણીઓને વિજ્ઞાની ભાષામાં ટિટાનો સોશ (એટલે કે ડાયનોસોર કરતાં ય કદમાં વિશાળ) કહેવામાં આવે છે.

અમેરિકાના પેન્ટાગોન એરિયામાં ૩ વર્ષ પહેલા ૧૦ ગજરાજ કરતાં ય મોટા ટિટાનોસોરના અવશેષો સંશોધક અને વિજ્ઞાની ડિએગો પોલે આ વિશાળ કદના જીવના અવશેષો અમેરીકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરી (ન્યૂયોર્ક) માં જનતાને જોવા માટે તાજેતરમાં ખુલ્લા મુકયા હતા. આ ટીટાનોસોર એટલે કે સૌથી મોટા ડાયનોસોરનું કદ વજન ૭૦ ટન છે !

આ ડાયનોસોરનું વજન ૭૦ ટન એટલે ૧૦ હાથીના વજ બરાબર થયું આ ડાયનોસોર આશરે ૧ કરોડ વર્ષ પહેલા અસ્તિત્વમાં હતા. જેના અવશેષો ૩ વર્ષ પહેલા ૨૦૧૪માં સંશોધકોને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ટીટાનોસોરની લંબાઇ એટલી બધી છે કે મ્યુઝિયમ હોલથી છેક લોબી સુધી તેનું કદ પથરાયેલું છે.

હોલીવૂડના મશહુર ડાયરેકટર સ્ટિવન સ્પિલબર્ગની અંગ્રેજી લોકપ્રિય ફિલ્મ ‘અવતાર’ માં પેન્ડૂરા ગ્રહ પર એક સમયે પ્લેનની સાઇઝના પક્ષી અને રાક્ષસી કદ ધરાવતા ચોપગા પ્રાણીઓ દર્શાવાયા છે. ડાયરેકટરે કાંઇ કોરી કલ્પના કરી ન હતી બલ્કે તેના વિશે ખુબ જ શોધ સંશોધન કર્યુ હતું. તેમણે ડાયનોસોર પર પણ મુવી બનાવી હતી. જુરાસિક પાર્ક નામની અંગ્રેજી ફિલ્મ અને તેની સીરીઝ વિશ્ર્વભરમાં ખુબ જ લોકપ્રિય થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.