Abtak Media Google News

ખોડલધામ મહિલા સમિતિ દ્વારા અલગ અલગ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારી ૧૩ મહિલાઓના સન્માનનો કાર્યક્રમ સરદાર પટેલ ભવન, માયાણી ચોક ખાતે યોજાયો હતો. જેમાં ભાવભેર ભાગીદારી મહિલાઓએ દાખવી હતી.

ખોડલધામ ટ્રસ્ટીના નરેશભાઈ પટેલે જણાવ્યું કે, મહિલા સમિતિ દ્વારા મહિલા દિન નિમિતે ખુબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ખાસ મહિલાઓના વિકાસ પર ધ્યાન દેવામાં આવ્યું છે. યુવા ટીમ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન થયેલ છે. આખા ભારતમાંથી અલગ-અલગ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરેલ તેવા પટેલ સમાજના બહેનોનું સન્માન કરવામાં આવ્યું.

Vlcsnap 2018 03 12 09H15M43S249

શિવરાજભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું એ ખુબ જ અનોખું છે અને જણાવ્યું કે, હવે ખોડલધામ મહિલા મંડળની એક-એક બહેન એક એક ગામ દતક લેશે અને સમાજની સેવા માટેની પ્રવૃતિઓ કરશે. પરેશભાઈ ગજેરાએ મહિલા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ૧૦/૩/૨૦૧૮ના રોજ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આયોજીત પ્રોગ્રામ કે જેમાં મહિલાઓએ કંઈક વિશેષ કામ કરેલુ હોય તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ ક્ષેત્રોમાં બહેનો આગળ વધે તેવી શુભેચ્છાઓ આપી.

Vlcsnap 2018 03 12 09H17M57S70

ધ્રુવા તોગડીયા કુચીપુડી ડાન્સમાં સિદ્ધિ હાંસલ કરેલ છે. છેલ્લા ૭ વર્ષથી તેઓ આ ક્ષેત્રમાં છે. તેમની ઉંમર માત્ર ૧૭ વર્ષ છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેઓનું નામ પણ નોંધાયું છે. તેમના ગુરૂ  સ્મિતાબેન શાસ્ત્રી તથા તેમના વાલી દ્વારા ખુબ જ સારો એવો સહકાર મળ્યો. તેમણે વિજયવાળા, ભિલાઈ, દિલ્હી, મુંબઈ વગેરે જગ્યાઓએ તેમના પરર્ફોમન્સ આપેલ. તેમના સન્માનને લઈને તેઓ ખુબ જ ખુશીની લાગણી વ્યકત કરી.

Vlcsnap 2018 03 12 09H14M02S24

શર્મિલાબેન બાંભણીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મહિલા યુવા સમિતિ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ મહિલા સમિતિએ મહિલા દિનની ઉજવણી ૧૦મી માર્ચના રોજ કરેલી હતી. બે પ્રોગ્રામ સાથે કરવામાં આવ્યા હતા. જેમાં એક મહિલા દિન અને બીજુ શર્મિલા બહેનનો જન્મદિવસ તા.૧૦/૩/૨૦૧૮ના રોજ એવી મહિલાઓનું સન્માન કર્યું છે કે જેઓએ અલગ-અલગ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરી હોય તેવી ૧૩ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. ખાસ તો મહિલાઓને પ્રોત્સાહન મળે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.