Abtak Media Google News

પ્લાસ્ટીકનાં ઉપયોગ પર પ્રતિબંધ અને આકરા દંડની નગરપાલિકાની નીતિથી વેપારીઓમાં રોષ

ઉપલેટા નગરપાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીયલ દ્વારા નગરપાલિકાનાં ઝકી વલણ સામે આવતીકાલે ઉપલેટા બંધનું એલાન આપેલ છે. ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સે નગરપાલિકાનાં વેપારી સામે પ્લાસ્ટીકનાં વેચાણ બાબતે ઝકી વલણ અપનાવતા વેપારીમાં ઉગ્ર રોષ ફાટી નિકળ્યો હતો. વેપારીઓ દ્વારા ગ્રાહકોને અપાતા પ્લાસ્ટીકનાં ઝભલા નગરપાલિકાએ બંધ કરાવી દંડ પેટે આકરી કાર્યવાહી હાથ ધરતા ઉપલેટાનાં વેપારીઓએ ચેમ્બરની આગેવાનીમાં નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવેલ પણ આની કોઈ અસર નગરપાલિકા ઉપર ન પડતા વેપારીમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો અને આવતીકાલે શુક્રવારે શહેરનાં તમામ નાના-મોટા વેપારીઓ પોતાનાં ધંધા-રોજગાર બંધ રાખવા નિર્ણય લેવાતા આવતીકાલે ઉપલેટા બંધ રાખવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનુરોધ કરાયો છે.

Advertisement

આ અંગે ચેમ્બરનાં પ્રમુખ વિનુભાઈ ઘેરવડાએ જણાવેલ કે, વેપારીઓને નગરપાલિકા દ્વારા ઝભલા પર પ્રતિબંધનાં અમલ માટે કડક કાર્યવાહી કરેલ તેમાં નાના વેપારીઓને દંડ ફટકારેલ અને જો ઝભલા ગ્રાહકને આપવા હોય અથવા વેચવા હોય તો વેપારીઓને દર મહિને ચાર હજાર રૂપિયા ભરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યારે આવા મનધડ કાયદાઓ શહેરનાં વેપારીઓ માટે જીએસટી બાદ પડયા પર પાટા સમાન છે. નાના વેપારીઓ ગ્રાહકોને વર્ષે માંડ પાંચ હજાર ઝભલાની ખરીદી કરતા હોય છે તેમાં નગરપાલિકાને દર વર્ષે ૫૦ હજાર રૂપિયા ભરવા કેમ પોસાય તેમ અંતમાં વિનુભાઈ ઘેરવડાએ જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.