Abtak Media Google News
હાલના સમયમાં જુગારના અવારનવાર કિસ્સા બને છે ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મોરબીના જેતપુર નજીક જાહેરમાં જુગાર રમતા શખ્સો ઝડપાયા છે.
 મોરબીના જેતપર ગામ નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી છ જુગારીઓને ૯૧,૧૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર ગામ નજીક ચકમપર-જીવાપર ગામ જવાના રસ્તે જુગાર રમતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડયો હતો.
જુગારના આ દરોડામાં જયતીભાઈ જાકાસણીયા , ભરતભાઇ કાલરીયા, બાબુભાઇ વિડજા, શાંતિભાઈ અમૃતિયા, ધર્મેન્દ્રભાઈ જાકાસણીયા અને સતીશ જાનવા સહિતના લોકો રૂપિયા ૯૧,૧૦૦ રોકડા અને ૫ બાઈક જેની કિંમત રૂપિયા ૧,૦૮,૦૦૦ અને કુલ મળીને રૂપિયા ૧.૯૯ લાખ થી વધુના મુદમાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.