Abtak Media Google News

પાક ફરી બુસુબન્યું !

આતંકી આકામ સુદના ભાઇ અને પુત્રની ધરપકડ કર્યાના એક દિવસ બાદ પાક સેનાના પ્રવકતાના દાવાથી આતંકીઓને છાવરવાની પાકની નીતિ દુનિયાભર સામે ફરી ખુલ્લી પડી

કાશ્મીરમાં પુલવામાં આત્મધાતી આતંકી હુમલો ના માઇસ્ટ માઇન્ડ મસુદ અઝહર અને જેના આતંકવાદી સંગઠન જૈશ એ મહંમદના મુદ્દે પાકિસ્તાન વારંવાર ફરતી ફરતી વાતો કરી રહ્યું છે. બીજી માર્ચે મસુદ અઝહર પાકિસ્તાનમાં બિમાર હોય હોસ્પિટલમાં દાખલ હોવાનું પાકિસ્તાનના વિદેશ મંત્રીએ એક ન્યુઝ ચેનલમાં ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પાંચમી માર્ચે પાકિસ્તાને મસુદના ભાઇ અને દીકરાને કસ્ટડીમાં લીધાનો દાવો કર્યો હતો.

જે બાદ ગઇકાલે પાકિસ્તાની સૈન્યના પ્રવકતાએ જૈશ-એ-મહંમદ પાકિસ્તાનમાં અસ્તિત્વ ન હોવાનો દાવો કર્યો  હતો. પાકે આવાા બેસુરા રાગ સામે જૈસે અઝહર મસુદની ઓડીયો ટેપ રીલીઝ કરીને તે જીવતો હોવાનો દાવો કર્યો હતો.પાકિસ્તાન દ્વારા આતંકવાદી સંગઠ્ઠન જૈશે-એ-મહંમદ અને તેના આકા મસુદ અઝહરને આશ્રય અને સહયોગ આપવામાં આવી રહ્યાનું જગજાહેર થઇ ચુકયું છે.

કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં જૈશની સંડોવણી ખુલવા ઉભા થયેલા વૈશ્ર્વિક દબાણ અને ભારતીય સેનાની આકરી કાર્યવાહીથી ડરી ગયેલા પાકિસ્તાન સરકાર બચાવની સ્થિતિમાં આવી ગઇ હતી. પરમ દિવસે પાકિસ્તાની સરકારે મસુદ અઝહરના ભાઇ અને પુત્રની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો હતો. બાદ ગઇકાલે પાકિસ્તાની સેનાના પ્રવકતા મેજર જનરલ આસીફ ગફુટે જૈશનું પાકિસ્તાનમાં અસ્તિત્વ જ નથી. તેવો દાવો કર્યો હતો.

જેથી આ મુદ્દે પાકિસ્તાન બેવડુ વલણ અપનાવી રહ્યાનું ખુલવા પામ્યું હતું.પાકિસ્તાનની સેના આ દાવો પી જૈન દ્વારા મસુદની એક ઓડીયો કલીપ જાહેર કરી હતી. જેમાં મસુદે જાહેર કર્યુ હતું કે તો જીવંત છે અને સત્તાવાળાઓને ચેતવણી આપી હતી કે ઇશ્વરનો ડર રાખો, થોડા સમય પહેલા સીએનએન ચેનલમાં ઇન્ટરવ્યુ દરમ્યાન પાક વિદેશ મંત્રી મહેમુદ કુરેશી જૈશના પાકમમાં અસ્તિત્વ અને મસુદ પાકમાં હોવાનું સ્વીકાર્યુ હતું. જેના એક અઠવાડીયા બાદ પાકિસ્તાની સેનાએ તેના અસ્તિત્વ પર પ્રશ્ચાર્થ ઉભો કર્યો છે. ગઇકાલે પાકિસ્તાની સેનાના પ્રવકતા ગફુટે આતંકવાદી સંગઠ્ઠન પર જુદી જુદી વાતો કરી હતી.

પુલવામામાં આત્મઘાતી હુમલામાં શહીર ગયેલા ૪૦ જવાનોની જવાબદારી જૈશએ લીધી હોવાના પ્રશ્નના જવાબમાં ગફુટે જણાવ્યું હતું કે જૈશનો આ દાવો  પાકિસ્તાનમાંથી આવ્યો નથી કારણ કે પાકિસ્તાનમાં તેનું અસ્તિત્વ જ નથી. આ બંને પર યુએનની સાથે પાકિસ્તાન દ્વારા પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગફુટનું આ નિવેદન પાકિસ્તાન સરકારના મસુદના ભાઇ અને પુત્રની ધરપકડ કર્યાના દાવા બાદ આવ્યું હોય વિશ્વભર સામે પાકિસ્તાન હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાય જવા પામ્યું છે.

ઉલ્લેખનીય છે કે દાયકાઓથી આતંકી તત્વોને પ્રોત્સાહન આપતું પાકિસ્તાન સતત તેમના દેશમાં આવી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપતો હોવાનો સતત ઇન્કાર કરતું આવ્યું છે.પુલવામામાં આતંકી હુમલા બાદ પીઓકેના બાલાકોટમાં આવેલા આતંકી કોમ્પો પર ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરીને ૩૦૦ જેટલા આતંકવાદીઓને મારી નાખ્યા હતા. વિપક્ષો દ્વારા આ મુદ્દે લોકસભાની ચુંટણીમાં લાભ લેવા મોદી સરકારે એર સ્ટ્રાઇકનું નાટક કર્યાનો દાવો કરીને આ મુદ્દે પુરાવા માંગ્યા હતા. જેથી આવો એર સ્ટ્રાઇક થઇ હોવાનો સેટેલાઇટ ચિત્રો બહાર આવ્યા છે. જેમાં એર સ્ટ્રાઇલડ બાદ આ સ્થાને આવેલા કેમ્પોનો સફાયો બોલલ ગયાનો જોવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.