Abtak Media Google News

 ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી અથડામણના લગભગ 36 કલાક બાદ સરકારે નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે કહ્યું કે ગાલવનમાં સૈનિકો ગુમવવા તે ખૂબ જ હેરાન કરનારી અને દુ:ખદ બાબત છે.

Advertisement

આપણા સૈનિકોએ સાહસ અને વીરતાનું પ્રદર્શન કર્યું અને ભારતીય સેનાની સર્વોચ્ચ પરંપરાને નિભાવતા તેમના જીવનનું બલિદાન આપ્યુું છે. રાષ્ટ્ર તેમની વીરતા અને બલિદાનને ક્યારેય ભૂલશે નહિ.

રાજનાથે કહ્યું કે મારી સંવેદનાઓ શહીદ થનાર સૈનિકોના પરિવારોની સાથે છે. રાષ્ટ્ર આ કપરા સમયમાં તેમની સાથે છે. અમને ભારતના વીરોની વીરતા અને સાહસ પર ગર્વ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.