Abtak Media Google News

સગીરવયના લોકોની સુરક્ષા માટે બનાવવામાં આવેલી પોકસોની જોગવાઇમાં ભોગ બનાનરને સમજાણ આવી જાય તો પોકસો હટાવાની બાબતે દિલ્હી હાઇ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યુ છે કે પોકસો હેઠળ નોંધાએલી ફરીયાદ ભોગ બનનાર સમજાદાર થઇ જાય અને આરોપી અને ફરીયાદ પક્ષ વચ્ચે સમાધાન થઇ જાય તો પણ પોકસો હટે નહી.

Advertisement

પોકસોનુ કાયદાકીય શસ્ત્ર સગીરના રક્ષણ માટે બનાવવામાં આવ્યુ છે. કોઇપણ સંજોગોમાં સગીર પર થએલા અત્યાચારને નજર અદાજ ન કરી શકાય. દિલ્હી હાઇ કોર્ટમાં પોકસોના કેસમાં આરોપી ભોગ બનનારે  વચ્ચે સમાધાન થઇ ગયાના મુદ્દે એફઆઇઆર રદ કરવાની માંગ કરી હતી. ન્યાયમુર્તિ  સુભરમણીયમ્એ જણાવ્યુ હતુ કે પોકસોમાં સગીર પર થયેલા અત્યાચારને નજરઅંદાજ ન કરી શકાય. સગીરની અજાણ્તામાં થયેલા અત્યાચાર તે સમજાણમાં આવી જાય પછી તે ભુલી ન શકાય. નાદાનીયતમાં ભોગ બનનાર સમજણા થઇ જાય તો પોકસો હટે નહી. પોકસોની કલમ બદલી ન શકાય.

દિલ્હી હાઈકોર્ટમાં પ્રોકસોની ફરિયાદ રદ કરવા થયેલી પીટીશનમાં અંગે સીંગલ જજની બેંચ સમક્ષ થયેલી સુનાવણીમાં તમામ પક્ષકારો સમાધાન માટે તૈયાર થયા હોય એ મુદે એફઆઈઆર રદ કરવાની દાખલ થયેલી અરજીની સુનાવણીમાં ન્યાયમૂર્તિ સુબ્રમણીયમ પ્રસાદે અરજી રદ કરતા ચૂકાદામાં જણાવ્યું પ્રોકસો જેવા ગંભીર ગુનામાં પક્ષકારો સમાધાન માટે તૈયાર થયા હોય અને સર્વ સંમતિ થઈ હોય તે મુદે એફઆઈઆર રદ ન કરી શકાય.

દિલ્હી હાઈકોર્ટમાં સીઆરપી કલમ 482 અંતર્ગત પ્રોકસો હેઠળ આવેલા કેસમાં અનવ્ય ચૂકાદામાંજણાવ્યું હતુ કે આરોપીને સમાધાનકારી વલણનાં કારણે બાળશોષણ જેવા ગંભીર ગુના અંગેની ફરિયાદ રદ ન કરી શકાય મહિલા પર જબરજસ્તીથી નિર્લજજ હુમલો કરી સ્વમાનનો હનનનો ઈરાદો જાતીય સતામણી જેવા ગંભીર ગુનામાં સમાધાનકારી વલણ સમાજ માટે નુકશાનકારક છે. અને ગુન્હેગારોને મોકળુમેદાન મળશે.ચાર્જશીટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આરોપી અને ભોગ બનનાર દૂરના સંબંધી થાય છે. તે ભોગ બનનારના ઘેર રહેતો હતો. તેથી તે અજાણ્યાની વ્યાખ્યામાં ન આવે ભોગ બનનારના માતાપિતાની ગેરહાજરીમા ભોગ બનનાર સાથે આરોપી અન્ય બે પીત્રાઈ ભાઈ સાથે મળીને તસ્વીરો બતાવીને ભોગ બનનારના માતા પિતાને મારી નાખવાની ધમકી આપી ભોગ બનનારનું શોષણ કયુર્ંં હતુ.

હવે આરોપીએ સમાધાનનું વલણ અપનાવતા અને ભોગ બનનારે પણ સમાધાન માટે તૈયારી બતાવી હોવા છતા એફઆઈઆર પાછી ખેંચવાની દાદ માંગવામાં આવી હતી. જોકે કોર્ટે એ વાત ઉપર ખાસ નૂકચીની કરી હતી કે સીઆરપીસી કલમ 482 પ્રોકસો હેઠળ નોંધાયેલા અપરાધ હોય જેનાથી તે ગંભીર કૃત્ય સમાન બળાત્કારની શ્રેણીમાં આવતો હોય તેથી માત્ર સમાધાન પર રાજી થઈ ગયેલા આરોપીઓના ગ્રાઉન્ડ ઉપર તેને રદ ન કરી શકાય. કોર્ટે સમગ્ર ઘટના અને ગુનાનું તલસ્પરશી અભ્યાસ કરીને આરોપીની માત્રને માત્ર સમાધાનની ફોરર્મ્યુલા અને નાદાનીયતમાં ભોગ બનનાર સમજાણમાં આવી જાય પછી પણ પોકસો રદ ન થાય તે ગ્રાઉન્ડ ઉપર એફઆઈઆર રદ કરવાની અરજી કાઢી નાખી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.