Abtak Media Google News

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પરના ગોજારા અકસ્માતના પગલે તંત્ર સફાળુ જાગ્યું

ઓવર સ્પ્રીડમાં કાર ચલાવતા નબીરા અને ફિલ્મી સ્ટંટ કરતા બાઇક ચાલકોને કાયદાના પાઠ ભણાવવા ખાસ ડ્રાઇવ

ગૃહ મંત્રી હર્ષ સંઘવીની પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક બાદ તમામ પોલીસ કમિશ્નર, રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડાને કડક કાર્યવાહી કરવા અપાયો આદેશ

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર સજાયેલા ગોજારા અકસ્માતમાં એક સાથે નવ આશાસ્પદ યુવાનના કમકમાટી ભર્યા મોતથી તંત્ર સફાળુ જાગ્યું હોય તેમ જીવલેણ અકસ્માતના બનાવ અટકાવવા પોલીસને કડક કાર્યવાહી કરવા ગૃહ વિભાગ દ્વારા અપાયેલી સુચનાના પગલે રાજયભરમાં ઓવર સ્પ્રીડથી કાર ચલાવતા નબીરા અને  ફિલ્મી સ્ટંટ સાથે બાઇક ચલાવતા શખ્સો સામે રાજયભરમાં ખાસ ઝુંબેશ શરુ કરી તમામ સામે કડક કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના પગલે કેટલીક બેદરકારી સામે આવી છે. બ્રીજ પર લાઇટ બંધ હતી. સીસીટીવી કેમેરા ન હતા, અકસ્માત સ્થળે પોલીસ દ્વારા રસ્તો બ્લોક કરવા બેરીકેટ લગાવ્યા ન હતા સહિતના અનેક મુદા ઉપસ્થિત થયા છે. બીજી તરફ નશો કરી ઓવર સ્પ્રીડથી કાર ચલાવવી તેમજ ચાલુ કારે ફિલ્મી સ્ટંટ કરવા સહિતના કારણો જીવલેણ અકસ્માત માટે જવાબદાર હોવાનું ગણાવવામાં આવી રહ્યું છે.

ઇસ્કોન બ્રીજ પર બનેલી કમનશીબ ઘટના ફરી ન બને તે માટે ગૃહ મંત્ર હર્ષ સંઘવી દ્વારા પોલીસ અધિકારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવી હતું. જેમાં રાજયના પોલીસ વડા વિકાસ સહાય, કાયદો અને વ્યવસ્થાના વડા નરસિમ્હા કોમર અને આઇબીના વડા અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. ઓવરસ્પ્રીડથી વાહન ચલાવતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે રાજય વ્યાપી ઝુંબેશ શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વાહન ચાલકો સામે કાયદાકીય કડક કરવા રાજયના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડા સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી નિર્ણય લેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.