Abtak Media Google News

કુબલીયાપરામાં પોલીસે વહેલી સવારે દેશી દારૂના દરોડા પાડી બે મહિલા સહિત ત્રણની કરાઇ ધરપકડ

ગ્રીનલેન્ડ ચોકડી, નાના મવા, પુષ્કરધામ અને મોરબી રોડ પરથી વિદેશી દારૂ સાથે પાંચ શખ્સો ૨૩૭ બોટલ દારૂ-બિયર સાથે પકડાયા

રાજયમાં દારૂની બદીને ડામવા માટે રાજય સરકાર દ્વારા પોલીસને કરાયેલી તાકીદના પગલે શહેરમાં પોલીસે ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂ અંગે દરોડા પાડયા હતા. ગ્રીનલેન્ડ ચોકડી, નાના મવા, પુષ્કરધામ અને મોરબી રોડ પરથી ૨૩૭ બોટલ વિદેશી દારૂ અને બિયર સાથે પાંચ શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે લઘુ ઉદ્યોગની જેમ કુબલીયાપરામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાથી પોલીસે વહેલી સવારે મેગા ડ્રાઇવ યોજી એક સાથે ત્રણ સ્થળે દરોડા પાડી બે મહિલા સહિત ત્રણ દારૂના ધંધાર્થીઓની ધરપકડ કરી છે.

રાજયમાં દારૂના હાટડા ધમધમતા થયાની ઉઠેલી ફરિયાદના આધારે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજો પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને દારૂ અંગે વ્યાપક દરોડા પાડી બુટલેગરોને પાસા હેઠળ જેલ ભેગા કરવા તાકીદના પગલે સવારથી જ શહેરના જુદા જુદા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે.

051

દેશી દારૂ માટે કુખ્યાત બનેલા કુબલીયાપરામાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આપેલી સુચનાના આધારે કુવાડવા, થોરાળા,ભક્તિનગર, એ ડિવિઝન અને બી ડિઝિન પોલીસની છ જેટલી ટીમ બનાવી દરોડા પડયા હતા. વહેલી સવારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો કુબલીયાપરામાં ત્રાટકતા નાસભાગ મચી ગઇ હતી. કુબલીયાપરાના ચમન બાબુ દેવીપૂજક, રતનબેન શિવા સોલંકી અને ઉર્મિલાબેન મહેશ દેવીપૂજક પોતાના ઘરે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા મળી આવતા ત્રણેયની ધરપકડ કરી છે.

ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા શિવનગર શેરી નંબર ૪માં રહેતા જયપાલસિંહ અનોપસિંહ જાડેજા અને અમૃતા સોસાયટીના દિપેશ ઉર્ફે લાલો ગીરીશ ઓડીશ નામના શખ્સો જી.જે.૩બીવી. ૫૬૨૭ નંબરના ટ્રકના ટ્રકમાં વિદેશી દારૂ અને બિયર લાવી રહ્યાની બાતમીના આધારે એસઓજી પી.આઇ. આર.વાય.રાવલ, અજય શુકલ અને ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડી ૩૭,૫૦૦ની કિંમતની ૧૦૮ બોટલ વિદેશી દારૂ અને ૪૮ બોટલ બિયર સાથે ધરપકડ કરી તેની પાસેથી ટ્રક, એક્ટિવા અને દારૂ મળી રૂા.૧૧.૧૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

052

નાના મવા રોડ પર આવેલા નહેરૂનગર પ્રાઇવેટ શેરીમાં રહેતા હાર્દિક કિશોરભાઇ બગડા અને મહેન્દ્રસિંહ દોલતસિંહ ચૌહાણ જી.જે.૩એચઆર. ૯૧૧૧ નંબરની કારમાં વિદેશી દારૂની ડીલીવરી કરવા નીકળ્યાની બાતમીના આધારે માલવીયાનગર પોલીસે દરોડો પાડી રૂા.૨૫,૨૦૦ની કિંમતની ૬૩ બોટલ વિદેશી દારૂ સાથે બંનેની ધરપકડ કરી રૂા.૧.૫૦ લાખની કિંમતની કાર કબ્જે કરી છે.

પુષ્કરધામ મેઇન રોડ પર આવેલા પુષ્કરધામ એપાર્ટમેન્ટના ફલેટ નંબર ૧૦૩માં રહેતા મેનીલ સરમણ રામ નામના શખ્સને રૂા.૨,૬૫૦ની કિંમતની આઠ બોટલ વિદેશી દારૂ સાથે યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.