Abtak Media Google News

પોલીસ કર્મચારીઓના આરોગ્યની ચિંતા કરો લોકોને સહકાર આપવા મનોજ અગ્રવાલની અપીલ

કોરોનાની મહામારીને કાબુમાં લેવા સમગ્ર ભારતમાં કરવામાં આવેલા લોકડાઉનને પગલે પોલીસ દ્વારા તેનું ચુસ્ત પાલન કરવાના ભાગરુપે રાજકોટ  શહેર પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી તથા મહત્વના પોઇન્ટ ઉપર ચેક પોસ્ટ ઉભી કરી લોકડાઉનનું સંપૂર્ણ પાલન થાય તેવા પુરતા પ્રયાસો કરવામાં આવી રહેલા છે. જેના ભાગરુપે આજે સવારે  ૯ થી ૧૧.૩૦ કલાકે દરમ્યાન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ખાનગી વાહનમાં રાજકોટ શહેરમાં ચેકપોસ્ટ તથા ફીકસ પોઇન્ટ પર સરપાઇઝ વીઝીટ કરવામાં આવેલી છે.

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ખાનગી વાહનમાં સરપ્રાઇઝ વીઝીટ દરમિયાન પોલીસ અધિકારી અને કર્મચારીઓ ખાનગી વાહન ચાલકોને અટકાવી તેમાં રહેલી વ્યકિત કેવા કારણોસર બહાર નીકળેલી છે તે અગત્યનું કામ હોય તો તે અંગેના પુરાવાઓ ચેક કરવા તેમજ કોઇ વ્યકિત મેડીકલ સહાય અર્થે ખાનગી વાહનમાં નીકળેલી હોય તો તેઓને મેડીકલ લક્ષી તમામ મદદ કરવા તેમજ કોઇ કામ વગર નીકળેલા ઇસમો વિરુઘ્ધ તેમજ વાહનો ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલી છે. જેઓને પાસ ઇસ્યુ કરવામાં આવેલા છે. તેઓના પાસ ચેક કરી તેની રજી.મા નોંધ કરવા સુચના કરેલી છે.

ચેક પોસ્ટ તથા ફીકસ પોઇન્ટ ઉપર ફરજ પર રહેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ સેનેટાઇઝર, હેન્ડગ્લોઝ અને માસ્કનો ઉપયોગ કરે છે કે કેમ? તે બાબતે તપાસ કરી સેનેટાઇઝર હેન્ડ ગ્લોઝ તથા માસ્કનો ફરજયાત ઉપયોગ કરવા સુચન કરવામાં આવેલી તેમજ ચેકપોસ્ટ ખાતે છત્રી તથા સમયાંતરે હેન્ડ વોશ કરવા પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવનાર છે.

હાલની પરિસ્થીતીમા પોલીસ પોતાની ફરજનિષ્ઠા અને માનવતાથી બજાવતી હોય જેથી જાહેર જનતાને પણ પોલીસને ફરજમાં સહયોગ કરવા તેમજ સમયાંતરે આપવામાં આવતી અગત્યની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરી બીનજરુરી ઘરની બહાર નહીં નીકળી લોકડાઉન સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.