કોરોના સામે પોલીસને પ્રિકોશન ડોઝનું સુરક્ષા કવચ

 

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકારની ગાઇડ લાઇનનો અમલ કરાવવા સતત ખડે પગે રહેતા પોલીસ સ્ટાફ કોરોનાથી સુરક્ષિત રહે તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સમગ્ર શહેરના પોલીસ સ્ટાફને બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય લેવાયો છે જે અંતર્ગત ગાંધીગ્રામ પીઆઇ કે.એ.વાળા સહિતના સ્ટાફે બુસ્ટર ડોઝ લઇ કોરોના સામે સુરક્ષા કવચ મેળવ્યું છે. બીજી તરફ લોકોને કોરોના અંગે જાગૃત કરવા અને વાયરસને ફેલાવે નહી તે માટે ભક્તિનગર પોલીસ સ્ટાફે દેવપરા શાક માર્કેટ અને ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ દ્વારા શાક માર્કેટમાં માસ્કનું વિતરણ કર્યુ છે.