Abtak Media Google News

કોરોના કાળમાં વિપરીત પરિસ્થિતિ વચ્ચે રાત-દિવસ જોયા વગર લોકોની રક્ષા કરતી

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તમામ બહેનોનો આભાર માની સુરક્ષાની ખાતરી આપી: તમામ બહેનોને ગિફટ આપી ભાઇનો ધર્મ નિભાવ્યો

 

અબતક, રાજકોટ

કોરોના કાળમાં વિપરીત પરિસ્થિતિ વચ્ચે પોતાના ઘરની પરવાહ કર્યા વગર દિવસ-રાત લોકોની સુરક્ષા માટે તહેનાત રહેલી શહેર પોલીસની સુખાકારી માટે ભાજપ મહીલા મોરચા દ્વારા આજે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહીતના ઉચ્ચ પોલીસ અધિકારી સ્વાસ્થય અને દિધાર્યુ માટે રક્ષા બાંધી હતી. જેના કારણે પોલીસ કમિશ્નર કચેરીમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ કમિશ્નરે પણ શહેરની બહેન-દિકરીની સુરક્ષાનું વચન અને ખાત્રી આપી હતી.

છેલ્લા પોટા બે વર્ષથી કોરોના કાળમાં પોતાના પરિવારના જીવની પરવાહ કર્યા વગર રાત-દિવસ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના વડપણ હેઠળ શહેર પોલીસ સ્ટાફ સતત ખડેપગે રહ્યો છે.

ત્યારે શહેર પોલસ તંત્રની સુરક્ષા માટે આજે ભાજપ મહીલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, કાશ્મીરાબેન નથવાણી સહીતના મહીલા અગ્રણીઓએ એક નવતર પ્રયોગ કર્યો હતો.

1629882210700

ભાજપ મહીલા મોરચાના અગ્રણીઓ દ્વારા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ  ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજા સહીતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને દિધાયુૃ જીવન અને સ્વાસ્થ્ય માટે રક્ષા બાંધી હતી.પોલીસ કમિશ્નર કચેરીમાં ગુનુેગારોની સતત આવન-જાવન અને પોલીસના હાકલા પડકારાના કારણે પ્રચલીત છે ત્યારે પ્રથમ વખત સી.પી. ઓફીસમાં રક્ષાબંધન પર્વની ઉજવણી થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

આ તકે મહીલા મોરચાના અગ્રણીએ જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓની સુખાકારી માટે અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે અમે સર્વે બહેનોએ પ્રભુ પાસે પ્રાર્થના કરી છે જો શહેર પોલીસ તંત્ર સલામત રહેશે તો રાજકોટ શહેર પણ સલામત રહેશે. વધુમાં ઉમેર્યુ હતું કે, મહીલા મોરચાના અગ્રણીઓને ઘણી વખત કાર્યક્રમમા જવાનું હોવાથી રાત્રીના મોડા ઘરે જવાનું થતું હોય છે ત્યારે કોઇપણ મહીલા કે બહેન-દીકરીઓ રાત્રે એક વાગે પણ બહાર નીકળતા અચકાતી નથી કારણ કે તેઓને ખબર છે કે તેમની સલામતી માટે શહેર પોલીસ તંત્ર હમેશા ખડેપગે રહે છે.

1629882210723

આ તકે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ભાજપ મહીલા મોરચાનો શહેર પોલીસ તંત્ર વતી શુભેચ્છા સાથે આભાર વ્યકત કરી ખાત્રી આપી હતી કે બહેન-દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે શહેર પોલીસ તંત્ર ચોવીસ કલાક હાજર હજુર છે તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે મહીલાઓની સુરક્ષા માટે દુર્ગા શકિતની સ્થાપના કરી છે અને તે હમેશા આપની સાથે છે તેમ જણાવ્યું હતું અને સાથો સાથ મહીલા મોરચાના આગેવાનોને શુભેચ્છા રૂપી ગીફટ આપી ભાઇની ફરજ અદા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.