Abtak Media Google News

પોલીસ દ્વારા રૂટ ઉપર વિશાળ કાફલા સાથે ફલેટ માર્ચ યોજવામાં આવી

જૂનાગઢ શહેરમાં અષાઢી બીજના રોજ યોજાનારી જગન્નાથજીની રથયાત્રા શાંતિથી પસાર થાય, તે માટે જૂનાગઢ રેંજના ડીઆઈજી. મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જેના અનુસંધાને ે જૂનાગઢ પોલીસ દ્વારા રૂટ ઉપર વિશાળ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ/બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એન.આર.પટેલ, પીએસઆઈ બી.કે.ચાવડા, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે ગઢવી, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.સી ચુડાસમા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, સહિતના 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 5 પીએસઆઈ, 80 પોલીસ, 2 પ્લાટૂન એસઆરપી, સહિત 200 પોલીસ માણસો તથા પોલીસ અધિકારીઓનો રથયાત્રા રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ હતી.

જૂનાગઢ પોલીસ દ્વારા શહેરના ઢાલ રોડ, માંડવી ચોક, સુખનાથ ચોક, જેલ રોડ, સહિતના વિસ્તારોમાં પણ વિશાળ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી, લોકોને નિર્ભયપણે તહેવારો ઉજવણી કરવા સંદેશો આપવામાં આવેલ હતો. આ સાથે જૂનાગઢ પોલીસ દ્વારા તાજેતરમાં યોજાનાર રથયાત્રા અને વીઆઇપી મૂવમેન્ટ બાબતે ખાસ વાહન ચેકીંગ, પેટ્રોલિંગ અને હોટલ ધાબા ચેક કરવા તેમજ નાઈટ રાઉન્ડ સઘન બનાવી, નાઈટ દરમિયાન પણ ગુન્હેગારોને ચેક કરવા ખાસ આયોજન કરવામાં આવેલ હોવાનું જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા જાણવા મળેલ છે.

પરબવાવડી ખાતે અષાઢી બીજના મેળાનો ચુસ્ત બંદોબસ્ત

ભેસાણ તાલુકાના પરબવાવડી પરબધામ ખાતે યોજાનાર અષાઢી બીજના મેળા દરમિયાન ધર્મપ્રેમી ભક્તોને કોઈ અગવડતા ના પડે તે માટે જૂનાગઢ  પોલીસ દ્વારા પરબવાવડી, ભેસાણ સહિત સમગ્ર વિસ્તારમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ભેસાણ પીએસઆઈ કે.એમ.ગઢવી દ્વારા 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 10 પીએસઆઈ, 258 પોલીસ, 207 જીઆરડી, 100 હોમ ગાર્ડ, 1 પ્લાટૂન એસઆરપી, સહિત 600 પોલીસ માણસો તથા પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

સમગ્ર બંદોબસ્તને મંદિર પરિસર અને મેળા ગ્રાઉન્ડ બંદોબસ્ત એમ બે ભાગમા વહેંચવામાં આવેલ છે. ઉપરાંત  મેળામાં ખિસ્સા કાતરું તેમજ છેડતી કરતા લુખ્ખા તત્વોને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક ડી સ્ટાફના જવાનોને ખાસ ખાનગી કપડામાં સિવિલ ડ્રેસમાં તૈનાત કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.