Abtak Media Google News

સૌરાષ્ટ્ર અને ઉ. ગુજરાતની કેનાલોમાં સાત દિવસ સુધી નર્મદાના નીર છોડાશે પ્રતિદિન 17000  કયુસેક પાણી છોડવાનો રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

વરસાદ ખેંચાતા  ખરીફ પાકને   બચાવવા માટે રાજય સરકસાર દ્વારા નર્મદા  કેનાલમાં  નર્મદાના  નીર સતત એક સપ્તાહ સુધી છોડવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાણી છોડાયા બાદ બે દિવસે કેનાલોમાં પહોચશે રાજયમાં આજથી  વરસાદના શ્રી ગણેશ થઈ ગયા છે. આવામાં  અષાઢી બીજે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય નર્મદા મૈયા પહેલા મેઘરાજાનું આગમન થઈ જશે.

રાજયમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકની વાવણી કાર્ય અટકે નહી તે માટે રાજય સરકાર દ્વારા ખેડુતોના હિત માટે  મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલોમાા આગામી સાત દિવસ સુધી નર્મદાનું પાણી છોડવામાં આવશે પ્રતિદિન 17000 કયુસેક પાણી છોડવામાં આવશે.જેનાથી 11 લાખ હેકટર પિયત વિસ્તારોને સિંચાઈનું પાણી મળશે.પાણીપુરવઠા અને જળસંપતિ મંત્રી   ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકી અને નર્મદાની નહેરો સાથે જોડાયેલા તળાવો ભરીને ખેડૂતોને ખરીફ પાકની વાવણીનો મહત્તમ લાભ આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય નહેરોમાં પ્રતિદિન 17000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે.સતત એક અઠવાડિયા સુધી છોડવામાં આવનાર પાણીથી 11 લાખ હેક્ટર પિયત વિસ્તારમાં ખરીફ પાકની વાવણી સુપેરે ઉપલબ્ધ બનશે તેમ મંત્રીએ જણાવ્યું હતુ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો અને આગેવાનોની લાગણી અને માંગણીઓને ધ્યાને લઇ આ વિસ્તારોમાં સિંચાઇ માટે પૂરતુ પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતલક્ષી નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો નર્મદા યોજનાનો મહત્તમ લાભ મેળવીને આ વર્ષે સંતોષકારક પાક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ શાખા નહેરો અને માઇનોર કેનાલમાં પૂરતા પાણી પહોંચાડીને સિંચાઇનુ પાણી ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો હાથ ધરાશે.ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જોડાયેલા 700 થી વધુ તળાવોમાં પણ પાણી નાંખવામાં આવશે. રાજ્યના જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે તેવા તમામ વિસ્તારોમાં નર્મદાના પાણીનો લાભ આપવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું છે.

આ પ્રસંગે મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું  હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા તાજેતરમાં કરમાવત અને મુક્તેશ્વર માટે પણ અલાયદી યોજનાને સૈધ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે. કરમાવત માટે ત્રણ વિકલ્પોમાંથી એક વિકલ્પ પંસદ કરીને ટૂંક સમયમાં જ સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે. અંદાજીત રૂ. 500 કરોડના ખર્ચે 112 હેક્ટર વિસ્તાર ધરાવતા મોટા તળાવમાં પાણી નાંખીને 70 જેટલા ગામોને લાભાન્વિત કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.