Abtak Media Google News

ભચાઉમાં આવેલી એક હોટેલ પર દરોડો પાડી પોલીસે ગેરકાયદે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલ પાસે સર્વિસ રોડ પર આવેલા પંજાબી ઢાબામાં હુક્કાબાર ચાલતો હોવાની બાતમી મળતાં ભચાઉના પીએસઆઈ જી.બી.માજીરાણા અને તેમની ટીમે મધરાત્રે ૩ વાગ્યે દરોડો પાડ્યો હતો. પોલીસે તપાસ કરતાં હોટેલમાંથી બે હજારની કિંમતના બે નંગ હુક્કા અને અલગઅલગ ફ્લેવરની તમાકુના બે અડધા ભરેલાં બોક્સ મળી આવ્યા હતા. આરોપીઓ એક હુક્કા માટે ફિક્સ ૩૦૦ રૂપિયાનો ચાર્જ વસૂલતા હતા. પોલીસે હોટેલના મેનેજર બાબુ ઊર્ફે બાબુડો વિરમરામ પરિહાર (મૂળ રહે. પાલી,રાજસ્થાન)ની અટકાયત કરી છે. હોટેલનો માલિક ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા (રહે. દરબારગઢ, ભચાઉ) સ્થળ પર હાજર મળ્યો નહતો. પોલીસે બાબુ અને ધર્મેન્દ્રસિંહ વિરુધ્ધ વિવિધ કલમો તળે બંને વિરુધ્ધ ફરિયાદ નોંધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.