Abtak Media Google News
પદયાત્રી કેમ્પોમાં ભાવિકોને વિનામૂલ્યે જમવા રહેવા તબીબી સારવાર નાત-જાતના ભેદભાવ વગર પુરી પડાશે

કચ્છથી ૧૦૦ કિ.મી. આવેલા જગતજનની મા આશાપુરા માતાના મઢે નવરાત્રી ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે. નવરાત્રી આવતા દરેક દેવ મંદિરોમાં શણગાર થશે. ભાવિકો દ્વારા પુજા, અર્ચન, આરતી, માના ગરબા દ્વારા માતાજીના ગુણગાન ગવાશે. નવરાત્રીમાં માઈભકતો પગપાળા મા આશાપુરાના દિદાર કરવા ભાવિકો ભીતરમાં ભાવનાની ભિનાશ ભરી લાગણીના લીંબાસ જડી મનની મીઠાશથી હૈયામાં હામ અને હોઠો પર મા આશાપુરાનું નામ અવિરત જપતા અપાર શ્રદ્ધા અને આસ્થાની સાથે પગપાળા પ્રવાસથી હાથ લાગ્યુ તે વાહન લઈ ઉર્મિના ઉછાળે મા આશાપુરાના દર્શન કરવા જાય છે.

મા આશાપુરા શકિત સુકાને સંસાર સાગર તરી માનવ પોતાની નિશ્ર્ચિત મંજીલે પહોંચે છે. દેશના વિવિધ ભાગોમાંથી મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી પગપાળા તથા સાયકલ પ્રવાસ દ્વારા અવિરત માતાના મઢે પદયાત્રીઓ અબાલ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષો, બાળકો સ્વયંભુ સમુહમાં આવે છે. જેની સેવા કચ્છી માડુ અતિથિ દેવો ભવ સ્મરણ સાથે કચ્છ જિલ્લાના સુરજબારી પુલથી માતાના મઢ દર ૩ કિ.મી.ના અંતરે રાહત કેમ્પો, રાવટીઓ ફરતા ફરતા વાહનો દ્વારા માનવ સેવા એજ પ્રભુ સેવા સદગુ‚ રણછોડદાસજી મહારાજના સુત્રો હૈયામાં રાખી નાતજાતના ભેદભાવ વગર પદયાત્રીઓની અવિરત સેવા કચ્છ માડુ કરે છે.

મા આશાપુરાના દિદાર કરવા જતા દર્શનાર્થીઓ આવી કેમ્પમાં વિનામૂલ્યે આરામ કરી નવા જોમ અને ઝમીર મેળવે છે. પોતાના પ્રવાસ દરમ્યાન થયેલ ખાટા-મીઠા અનુભવો કહે છે. પદયાત્રીઓ કેમ્પમાં કચ્છની પ્રખ્યાત દાબેલી, પકવાન, ગુલાબપાક પ્રસાદરૂપે લે છે.

આ પદયાત્રીઓને રાહત કેમ્પમાં સેવાના ભેખધારી આયોજકો સેવા એજ ધર્મ જીવન સંકલ્પના પ્રણેતા પદયાત્રીની રાહ જોતા કચ્છના પ્રથમ ચરણ સુરજબારી પુલ નારણભાઈ ભાનુશાળી માળિયા પાણી પુરવઠા બોર્ડ દીગુભા જાડેજા મો.નં.૯૭૨૩૮ ૪૩૯૦૧ ખારા પાણીમાં મીઠી વીરડી સમાન વન ભોજનની નહીં પણ રણ ભોજન કરાવે છે. સેવા કેમ્પ નવીનભાઈ ભાનુશાળી, શિવજીભાઈ બારદાનવાલા, સુરજબારી ચેકપોસ્ટ, અમરનગર પાસે રાકેશ રાજદેવ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ આશાપુરા મિત્ર મંડળ, પ્રહલાદ પ્લોટ, નીતીનભાઈ મેવાડા, ભગવતી ગ્રુપ, ચેક પોસ્ટ, ભુદરભાઈ જાદવ, જે.પી.ઈન્ડ્ર.વિરપુર ચોકડી, બારમાસી કેમ્પ, મોરબી બાયપાસ, મોરબી બાયપાસ, પ્રવિણભાઈ લુહાર, મોરબી બાયપાસ, માં જાગૃત શકિત મંદિર શનાળા, ભગવતી હોલ, અંજાર ભીખુભા જાડેજા, ટંકારા, મીતાણા, બીજલા, નખત્રાણા, દુધઈ, ચીરોઈ, ભચાઉ, વોંધ, ભુજ, માનકુવા, મોરબી જકાતનાકા રામભરોસે સેવા સંઘ હરતી ફરતી રાવટી દ્વારા પદયાત્રીઓને સેવા કરે છે અનેક નામી અનામી સેવા ભાવી લોકો દ્વારા આવતા પદયાત્રીઓની સેવા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.