Abtak Media Google News

કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીને સાબદી કરાઇ: મધદરિયામાં સઘન પેટ્રોલિંગ

કચ્છ જિલ્લો જમીન અને દરિયાઇ માર્ગે પાકિસ્તાનની સરહદથી જોડાયેલો હોવાથી પાકિસ્તાનના કેટલાક ઘુસણખોર દરિયાઇ માગે૪ ઘુસવાની પેરવી કરી રહ્યા હોવાના ગુપ્તચર એજન્સીના અહેવાલના પગલે કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીને સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે. પોરબંદર દરિયામાંથી તાજેતરમાં જ ૩,૫૦૦ કરોડના હેરોઇન ઘુસાડવાના ષડયંત્રના પગલે સુરક્ષા એજન્સીઓ ચોકી ગઇ છે ત્યારે ગુપ્તચર એજન્સીના અહેવાલને ગંભીર ગણીને દરિયામાં અતિઆધૂનિક બોટ સાથે સઘન પેટ્રોલિંગ શરૂ કરવાનું શરૂ કરી દીધું છે.

પોરબંદર દરિયામાંથી તાજેતરમાં જ ઇરાનથી આવતા ૧૫૦૦ કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયા બાદ દેશની જુદી જુદી એજન્સીઓ દ્વારા હેરોઇન અંગે કરાયેલી તપાસમાં આતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની સંડોવણી બહાર આવી છે ત્યારે ડી ગેંગ અન્ય ષડયંત્ર ઘડી ર્હયા હોવાનું અને કચ્છના દરિયાય માર્ગે ઘુસણખોરી કરી ભાંડફોડને અંજામ આપવાના કાવત‚ ઘડવામાં આવ્યાની ઇન્ટરસેપ્ટરને કેટલાક શંકાસ્પદ સિગ્નલ મળતા સુરક્ષા એજન્સીને સતર્ક રહેવા ઉચ્ચ કક્ષાએથી સુચના આપવામાં આવી છે.

મુંબઇ બોમ્બ બ્લાસ્ટ સમયે અને હેરોઇનનો જથ્થો ઘુસાડવામાં ગુજરાતના દરિયાઇ માર્ગનો આંતકવાદીઓ દ્વારા ઉપયોગ થયો હોવાથી ફરી આંતકવાદીઓ ગુજરાતના દરિયાઇ માર્ગનો જ ઉપયોગ કરી આંતકવાદી પ્રવૃતિને અંજામ આપે તેવી શંકા સાથે કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા દ્વારા દરિયામાં અતિ આધૂનિક બોટ સાથે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.