Abtak Media Google News

ઉપલેટા નજીક પાટણવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇનું મળેલી ચોકકસ બાતમીને આધારે ભાડેર અને રૂપાવટી ગામ પાસે ઇગ્લીશ દારૂનું કટીંગ થતી વખતે ત્રાટકી ચાર મુસ્લીમ શખ્સો સાથે 5364 ઇંગ્લીશ દારૂની બોટલ સાથે 36,34,910 નો મુદામાલ ઝડપી લઇ ફરાર ચાર શખ્સો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આગામી દિવસોમાં હોળી અને ધુળેટીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે બુટલેગરો દ્વારા પ્યાસીઓની તરસ બુઝાવવા મોટો જથ્થો મંગાવી ગ્રામ્ય વિસ્તારોમાં કટીંગ કરે તે પહેલા પાટણવાવ  પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.બી. રાણા તેમની ટીમ સાથે ત્રાટકી 5364 જેટલી ઇગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડવા બુટલેગરમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

પ્રાપ્તત થતી વિગતો મુજબ જીલ્લા પોલીસ વડાની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકની માર્ગદર્શન નીચે પાટણવાવના પીએસઆઇ વાય.બી. રાણાને મળેલી ચોકકસ બાતમીના આધારે જુનાગઢમાં રહેતો અમીત અલારખા નામનો બુટલેગર બહારના રાજયોમાંથી ઇગ્લીશ દારૂ જથ્થો મંગાવી ભાડેર ગામે રૂપાપરીના કાચા રસ્તે બાવળની આડમાં તળાવ પાસે ઇગ્લીશ દારૂનું કટીંગ કરવાનો છે તે સ્થળે રેડ કરતા અમીત અલારખા  (ઉ.વ.3પ) રહે. સંજયનગર શેરી નં.4 ગેબનશાહ પીરની દરગાહ જુનાગઢ, મહમદ ઉબેરા યાકુબ શેખ અને મુસ્લીમ (ઉ.વ.ર0) રહે. વરાવસી ઉતરપ્રદેશ, ઇસ્તકાર અહમદ અબ્દુલગફાર ચૌધરી અને મુસ્લીમ (ઉ.વ.4ર) રહે ધારાવાસી, ઉતરપ્રદેશ યુનુસ હાજી સોડા જાતે સંઘી (ઉ.વ.4પ)  રહે સંજયનગર શેરી નં.4 જુનાગઢ વાળાને પકડી લેતા કબ્જામાંથી રોયલ ગોલ્ડન પ્રીમીયમ બીસ્કી શીલ પેક બોટો નંગ 5364 કિંમત રૂ. 16,09,20 ટાટા કંપનીનો ટ્રક નં. એક યુપી ર3 ટી 8661 કિંમત રૂપિયા પંદર લાખ, અટીકા કાર નં. જીજે કયુજે 10 બીજી 5291 કિંમત રૂપિયા પાંચ લાખ, મોબાઇલ નંગ.6 કિંમત રૂપિયા દશ હજાર, પાટીયા કિંમત રૂપિયા 10 હજાર તેમજ રોકડ રકમ 4210 મળી કુલ 36,34,910  રૂપિયામાં મુદામાલ જડપી લીધો હતો. પકડાયેલા ચારેય શખ્સોની આગવી ઢબે સરાભરા કરતા તેઓએ સોહિલ કમાલ હિગોરા રહે. જુનાગઢ ગુલશેર શેઠ (સપ્લાયર) દારૂમાં જથ્થો મંગાવનાર જુનાગઢનો કારા રાણા કરમટા તેમજ કાર ચાલક નામ આપતા આ શખ્સોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતમિાન કરેલું છે. આ કામગીરીમાં પીએસઆઇ વાય.બી. રાણા, પો.કી. અરુણભાઇ, વિશાલભાઇ, અશોકભાઇ, મેહુલભા ધર્મેન્દ્રસિંહ પારસભાઇ, વિરજીભાઇ તેમજ લોક રક્ષક દળ ના સ્ટાફ જોડાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.