Abtak Media Google News

એલ.સી.બી. એ દરોડો પાડી લોખંડના બેરલમાંથી ૩૦૧૨ બોટલ દારૂ અને ટ્રક મળી રૂ. ૨૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો: ચાલક, કલીનર ઝડપાયા

રાજકોટ-ગોંડલ ધોરી મર્ગ પર આવેલા શાપર-વેરાવળ પાસેથી ટ્રકમાં લોખંડના બેરલમાં છૂપાવેલો રૂા.૧૬.૮૯ લાખની કિમંતનો ૩૦૧૨ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકના ચાલક અને કલીનરને એલ.સી.બી.એ ઝડપી લઈ રૂા.૨૭ લાખનો મુદામાલ કબ્જે કરી દારૂના મૂળ સુધી પહોચવા તપાસનો ધમધમાટ આદર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ જુગારનો કડક હાથે ડામી દેવા એસ.પી. બલરામ મીણાએઆપેલી સૂચનાને પગલે એલ.સી.બી.નાં ઈન્ચાર્જ પી.આઈ. એચ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રાજકોટ તરફથી એચ.આર. ૪૫ સી. ૮૪૩૯ નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ડિલીવરી કરવા જૂનાગઢ તરફ જઈ રહ્યાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફે શાપર વેરાવળ નજીક વોચ ગોઠવી હતી.

શાપર-વેરાવળ હાઈવે પર આવેલા સી.એન.જી. પંપ વાળી ગલીમાં ઉપરોકત નંબર વાળા પાર્ક કરેલા ટ્રકમાં તલાશી લેતા ટ્રકમાં લોખંડના બેરલમાં છુપાવેલો રૂા.૧૬.૮૯ લાખની કિમંતનો ૩૦૧૨ બોટલ વિદેશી દારૂ સાથે ટ્રકના ચાલક અને હરિયાણાનો રહેવાસી સુરેન્દ્ર બાલીરામ ગોર અને કલીનર રાજકુમાર રામમલ તંવરની ધરપકડ કરી ટ્રક અને દારૂ મળી રૂા.૨૭ લાખનો મુદામાલ કબ્જે કરી ટ્રકના ચાલક અને કલીનરની પૂછપરછ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.