Abtak Media Google News

દંડિત થયેલા પૈકી ૧૯નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો

કોરોના વાયરસને અટકાવવા સરકાર દ્વારા માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવ્યા બાદ સરકારના જાહેરનામાનો અમલ કરાવવા પોલીસને સોંપવામાં આવેલી કામગીરી દરમિયાન કુલ ૧.૩૧ કરોડનો દંડ વસુલ કર્યો છે જે પૈકી ૧૯ વ્યકિતઓને કોરોના પોઝીટીવનો રીપોર્ટ આવ્યો છે.

કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે સરકારશ્રી દ્વારા અવાર નવાર માર્ગદર્શીકા જાહેર કરી કોરોના વાયરસ થી બચવા માટે તેના સાવચેતીના ઉપાયોગ જણાવવામાં આવેલ છે જે માર્ગદશકામાં સરકાર દ્વારા કોરોના વાયરસ જે લોકો દ્વારા લોકોમા ફેલાતો હોય જેથી કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે માસ્ક પહેરવું ફરજીયાત જાહેર કરેલ છે અને જેનું પાલન ન કરનાર ને દંડ કરવા પોલીસ ડીપાર્ટમેન્ટ ને સત્તા આપવામાં આવી છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા કોરોના વાયરસ મહામારી સમયે લોકોની સાથે રહી લોકને તેમના જાહેર જીવનમાં કોઇ ના કોઇ રીતે ઉપયોગી થવા તમામ પ્રયાસો કરેલ છે. સાથે સાથે સરકારની માર્ગદર્શીકાનું પાલન નહીં કરી જાહેર જીવનમાં બેદરકારી દાખવનાર લોકો વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવેલ છે તેજ રીતે સરકાર દ્વારા માસ્ક પહેરવું ફરજીયાત જાહેર કરેલ હોય જેનું પાલન કરાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ પોતાની કાયદેસરની ફરજ બજાવી રહેલ છે જેમા હાલ સુધી રાજકોટ શહરેમાં માસ્ક નહીં પહેરનાર કૂલ ૧,૩૧,૧૧૬૯ વ્યકિતઓને દંડ કરવામાં આવેલ જે બાબતે રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેરમાં કોરોના વાયરસ પોઝીટીવ આવેલ દર્દીઓ ના નામ સાથે માસ્ક નહીં પહેરનાર વ્યકિતઓના નામની સરખામણી કરતાં જેમાં દંડ કરેલ વ્યકિતઓ પૈકીના કૂલ ૧૯ વ્યકિતઓ કોરોના વાયરસ પોઝીટીવ આવ્યાનું સામે આવ્યું છે.

આથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેરની જાહેર જનતાને અપીલ કરવામા આવે છે કે કાયદો જે લોકો ના રક્ષણ માટે હોય છે જે દંડ કરવાથી લોકો તેનું પાલન સખતાયથી કરે છે પરંતુ ઘણા લોકો દ્વારા કાયદાનો અનાદર કરી બેદરકારી દાખવામાં આવતી હોય છે જેના દાખલા રૂપે માસ્ક નહીં પહેરનાર કે જેઓને રાજકોટ શહેર પોલીસ દ્વારા દંડ કરવામાં આવેલ છે જે પૈકીના ૧૯ વ્યકિતઓ ને કોરોના વાયરસ પોઝીટીવ આવેલ છે અને જે લોકો કોરોના વાયરસ પોઝીટીવ આવેલ છે જે પોતે માસ્ક પહેરવાના લીધે ચેપ ની શકયતા પણ વધી જાય છે તેમજ તેમના લીધે તેમના પરિવારજનો અને સંપર્ક ધરાવતા વ્યકિતઓ ની પણ ચેપની શકયતા અનેક ગણી વધી જાય છે. આ કિસ્સામાં તેઓ પોતાના પરિવાર જનો કે જેમાં બાળકો, વૃધ્ધો નો પણ સમાવેશ થાય છે અને પોતે પોઝીટવ આવતા તેના પરિવાર જનો ને પણ જોખમ ઉભુ થાય છે આથી પોતે તથા પોતાના પરિવાર ને સવસ્થ અને સુરક્ષીત રાખવા માટે કાયદાનું પાલન કરી માસ્ક ફરજીયાત પહેરવું તેમજ અન્ય માસ્ક નહીં પહેરનાર ને પણ માસ્ક ફરજીયાત પહેરવા જાગૃત કરી કોરોના વાયરસ અટકાવવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.