Abtak Media Google News

૧૧૦૦ જેટલા શૌચાલય બનાવવામાં ૨ કરોડ ‚પિયાનું કૌભાંડ

જસદણ નગરપાલિકામાં બહુચર્ચીત શૌચાલય કૌભાંડમાં અઘુરી તપાસ આગળ વધતા પોલીસ દ્વારા કેટલાક લાભાર્થીઓના નિવેદન લેવામા આવતા આગામી દિવસોમાં કડાકા ભડકાના નિર્દેશો સાંપડી રહ્યા છે. ઈ.સ.૨૦૧૪ થી જસદણ નગરપાલિકા દ્વારા જે નાગરિકોને ઘેર શૌચાલય ન હોય તેમને સરકાર દ્વારા રકમ આપવામાં આવતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ યોજના ગરીબો માટે આશીર્વાદ‚પ હતી પણ જસદણના મોટાભાગના લાભાર્થીઓ ઘેર શૌચાલય હોવા છતાં તેમણે ફોર્મ ભર્યા હતા.

આથી સરકારી બાબુઓ અને રાજકારણીઓએ લાભાર્થીઓની નાડ પારખી ફીફટી-ફીફટીનો કાયદો ઘરમેળે બનાવી ફોર્મ ભરો અને અડધી રકમ લઈ જાવ એમ દલાતરવાડી જેવી ભૂમિકા ભજવી રૂ બે કરોડથી વધુ રકમ કટકાટાવી હતી.

આ યોજનાના જે લાભાર્થીઓને લાભ ન મળ્યો તેમણે રાજકારણીઓ સમક્ષ ખોળો પાથર્યો અને રાજકારણીઓને એવું થયું કે અમારી નજર સમક્ષ કેમ ખોટું થઈ રહ્યું છે ? આથી તેમણે તંત્રને લેખિત રાવ કરી ત્યારબાદ અધુરી તપાસમાં ૧૧૦૦ જેટલા શૌચાલયમાં બે કરોડથી વધુ રકમનું કૌભાંડ નીકળ્યું અને ચાર કર્મચારીઓ પર અને ૧૩ એજન્સીઓ સામે જસદણ પોલીસ મથકમાં જે-તે સમયના મામલતદારે ફરિયાદ કરી અને નરેન્દ્રભાઈ મોદીની યોજનાને શર્મસાર કરનાર કરનારી ગેરરીતિ સામે ગઈકાલે મંગળવારે પોલીસે કેટલાક લાભાર્થીઓના નિવેદન લીધા.

એમાં એક લાભાર્થીએ એવું નિવેદન આપ્યું હતું કે, અમને ત્યારના ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીએ બાર હજારની સામે મને ફકત ચાર હજાર આપેલ હતા. ત્યારબાદ ઘણા લાભાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે ત્યારે જસદણ પાલિકા શૌચાલય કૌભાંડમાં આગામી દિવસોમાં શું થાય છે તે તરફ એજન્સીઓ, સરકારી બાબુઓ અને રાજકારણીઓની મીટ મંડાઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.