Abtak Media Google News

 પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

 

Screenshot 1 5

શ્રી મીનળદેવી માતાજી મંદિરના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને  ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનું લોંન્ચીંગ તથા ઘેલા સોમનાથ મંદિર નજીકમાં એમ્યુઝમેન્ટ પાર્કના લોકાર્પણ પાણીપુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યા હતા.

फ़ोटो के बारे में कोई जानकारी नहीं दी गई है.

આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં જસદણ-વિંછીયા તાલુકાઓ આર્થિક, સામાજિક અને આધ્યાત્મિકતાના કેન્દ્ર તરીકે વિકાસ પામી રહ્યા છે. મીનળદેવી માતાજી મંદિરના ખાતમુહૂર્તના કાર્યો અને ઘેલા સોમનાથ મંદિરની વેબસાઈટના લોંન્ચીંગથી પ્રવાસનને વેગ મળશે. શ્રાવણ માસ દરમિયાન સમગ્ર માસ દરમિયાન અહીંયા મેળો યોજાનાર છે. જેનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.Screenshot 2 26

આ તકે કલેકટરશ્રી પ્રભવ જોશીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ ઘેલા સોમનાથ મંદિર નજીકમાં એમ્યુઝમેન્ટ પાર્કનું લોકાર્પણ કરીને તેની મુલાકાત લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિ, રાજકોટ દ્વારા અંદાજિત રૂ. ૧,૮૬,૨૬,૦૦૦ ના ખર્ચે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મીનળદેવી મંદિરનું રાજસ્થાની સેન્ડ સ્ટોનથી નવા મંદિરનું મારબલ ફલોરીંગ અંદાજિત રૂા. ૧૬,૯૦,૦૦૦ ના ખર્ચે, મીનળદેવી મંદિર ટેકરી ઉપર જવા માટે ૩.૬૫ મીટર પહોળાઈના પગથીયા તથા રેલીંગનું કામ રૂ. ૪૪૫૬૦૦૦ ના ખર્ચે , રૂ. ૬ લાખના ખર્ચે પગથીયાની બન્ને તરફ વચ્ચેના ભાગમાં વિશ્રામ કુટીર, રૂ ૪૪,૭૫,૦૦૦ ના ખર્ચે ટેકરીની ઉપરના સમસ્થળ ભાગમાં ગાર્ડન તથા બાળકો માટે રમતગમતની રાઈડ, રૂા. ૨૫,૬૫,૦૦૦ ના ખર્ચે કમ્પાઉન્ડ વોલ, રૂ. ૩,૪૦,૦૦૦ ના ખર્ચે પગથીયા પાસે સેન્ડ સ્ટોનની ડેકોરેટીવ આર્ચનું પ્રવેશદ્વાર, રૂ ર,૦૦,૦૦૦ લાખના ખર્ચે મુખ્ય મંદિરમાં ગ્રાઉન્ડ લેવલથી ચડાવી શકાય તે અનુસારની વ્યવસ્થાના ધ્વજા દંડ શિખર ઉપરનું સ્ટીલ પ્લેટફોર્મ તથા શિખર ઉપર જવાની સ્ટીલ સીડી તથા રૂ. ૨૧,૫૦,૦૦૦ ના ખર્ચે વોટર સપ્લાય માટે ડીપવેલ બોર સબમર્શીબલ પંપ, વોટર પંપ, વોટર સ્ટોરેજ ટેન્ક તથા વોટર સપ્લાય પાઈપ લાઈન તથા રૂ. ૨૧,૫૦,૦૦૦ ના ખર્ચે મીનળદેવી મંદિરના પાછળના ભાગમાં ક્રિડાંગણમાં તથા પગથીયા ઉપર ઈલેકટ્રીક પોલ, ડેકોરેટીવ સ્ટ્રીટ લાઈટ, ઈલેકટ્રીક પાવર સપ્લાયની સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

કાળુ રાઠોડ 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.