Abtak Media Google News

પૈસા બોલતા હૈ…

અંતિમ ટેસ્ટ મેચ રદ્દ થતા ઇસીબીના નિવેદને વિવાદ ઉભો કર્યો!!

અબતક, નવી દિલ્લી

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની સિરીઝની અંતિમ મેચ રદ કરવમાં આવી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના સત્તાવાર નિવેદન દ્વારા જાણકારી આપી હતી. પરંતુ આ નિવેદનમાં સામેલ એક વાક્ય ‘ફોરફેઈટ ધ મેચ’ એટલે કે ઈન્ડિયાએ મેચ ગુમાવી દીધી છે, તેને ઘણા વિવાદો ઊભા કર્યા હતા. જોકે ત્યારપછી ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ(ઇસીબી)એ પોતાના નિવેદનને એડિટ કરી દીધું હતું. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે મેચ રદ થતા બીસીસીઆઈ અને ઇસીબીના સંબંધોમાં ભંગાણ પડી શકે છે. બંને દેશો ક્રિકેટ બોર્ડના આ વિવાદને આઇસીસી સમક્ષ પણ રજૂ કરી શકે છે.

હાલ જેન્ટલમેન ગેમમાં પણ રાજકારણ ગરમાવવા પાછળના મુખ્ય કારણ અંગે જો વાત કરવામાં આવે તો હાર-જીતની વાત ગૌણ છે પરંતુ આ રાજકારણ પૈસાનું હોય તેવું લાગી રહ્યું છે. મેચ રદ્દ થતા પ્લેયર્સે એક મેચની ફી જતી કરવી પડે જે ઇંગ્લેન્ડના પ્લેયર્સ કરવા માંગતા નથી. જેથી હવે આગામી સમયમાં એક ટેસ્ટ સિરીઝ એક ટી-૨૦ મેચ અનામત રાખવા અંગે પણ વિચારણા થઈ રહી છે. જો આવું થાય તો ટેસ્ટ મેચની ફી સાથે ટી-૨૦ મેચની ફી પણ મળી રહે.

ઇસીબીએ એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં મેચ રદ થવાની જાણકારી આપવામાં આવી હતી. નિવેદનમાં જણાવ્યા પ્રમાણે ઈન્ડિયન કેમ્પમાં કોરોનાનો પગપેસારો થતા તેમની ટીમ મેદાનમાં રમવા માટે ઉતરી શકે એવી સ્થિતિમાં નથી એવી માહિતી આપી હતી. અમે સમાચાર પત્રો, ફેન્સ અને પાર્ટનર્સ સમક્ષ માફી માગીએ છીએ. આનાથી ઘણા લોકો નિરાશ થયા હશે. જોકે આ ઇસીબીનું સુધારેલું નિવેદન છે. આની પહેલા જાહેર કરેલા નિવેદનમાં ઇસીબીએ લખ્યું હતું કે ઈન્ડિયન ટીમે મેચ રમવાની ના પાડી હોવાથી ઇંગ્લેન્ડ આ મેચ જીતી ગયું છે. જે ગણતરીના કલાકોમાં હટાવી દેવાયું હતું.

ECBના નિવેદનને જો આઇસીસીપણ માની લેશે તો ઈન્ડિયન ટીમ પાંચમી ટેસ્ટ હારી ગઈ હોય એમ માની લેવામાં આવશે. આવી સ્થિતિમાં પાંચ મેચની સિરીઝ ૨-૨થી બરાબર પણ થઈ જવાની સંભાવના છે. આની સાથે જ ઇંગ્લેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ૧૨ પોઇન્ટ પણ મળી ગયા હોત. વળી, જો મેચ રદ થઈ હોત તો સિરીઝ માત્ર ૪ ટેસ્ટની હોવાનું અનુમાન લગાવીને ઈન્ડિયન ટીમને ૨-૧ થી વિજેતા જાહેર કરી દેવાઈ હોત અને ઇંગ્લેન્ડને ડબ્લ્યુટીસીમાં એકપણ પોઇન્ટ આ મેચનો મળ્યો ન હોત.

અત્યારસુધી આ અંગે બીસીસીઆઈ દ્વારા કોઇપણ સત્તાવાર નિવેદન પ્રકાશિત કરવામાં આવ્યું નથી. વળી, આઇસીસીએ પણ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેન્કિંગમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આનાથી આઇસીસીએ પણ હજુ પાંચમી ટેસ્ટ અંગે કોઇ સત્તાવાર નિર્ણય લીધો નથી. જ્યાં સુધી ઇસીબીની વાત કરીએ તો તેણે નિવેદનમાં પોતાનો પક્ષ લીધો હતો. ત્યારપછી ઇસીબીએ નિવેદનમાં સુધારો કર્યો હોવા છતા ઇસીબીએ પોતાનો પક્ષ બદલ્યો હોય તેમ ના કહીં શકાય.

મેચ રેફરી ક્રિસ બ્રોડ આ અંગે નિર્ણય લેશે. તેવામાં જો મેચ રદ કરવામાં આવી તો ઈન્ડિયાએ સિરીઝ ૨-૧થી જીતી લીધી હોય તેમ માનવમાં આવશે. વળી, જો બ્રોડે ઇંગ્લેન્ડને વોકઓવર આપી દીધું તો સિરીઝ ૨-૨થી બરાબર થઈ જશે. આ સમગ્ર વિવાદ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના કારણે થઈ રહ્યો છે. જોકે ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્લેઇંગ કંડિશનમાં કોરોનાના કેસ સામે આવતા મેચ રદ કરવી જ યોગ્ય નિર્ણય હતો તેમ અનુમાન લગાવાઈ રહ્યું છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચ ૨૦૨૩ સુધી રમાશે. વળી ઈન્ડિયન ટીમ પણ ૨૦૨૨ માં ઇંગ્લેન્ડ ટૂર પર લિમિટેડ ઓવરની મેચ રમવા જવાની જ છે. તો જો બંને બોર્ડ રાજી થઈ ગયા તો પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ ૨૦૨૨ સુધી પોસ્ટપોન્ડ પણ કરાઈ શકે છે. આ ટૂરમાં ઈન્ડિયન ટીમ ૧ ટેસ્ટ મેચ રમીને આ સિરીઝ રમી શકે છે. જો આમ થયું તો આ સિરીઝનો ફાઇનલ નિર્ણય ત્યાં સુધી હોલ્ડ પર રહેશે.

ચોથી ટેસ્ટ દરમિયાન હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફીલ્ડિંગ કોચ આર શ્રીધર અને ફિઝિયો નીતિન પટેલ કોવિડ પોઝિટિવ મળી આવ્યા હતા. પાંચમી ટેસ્ટ શરૂ થાય તે પહેલા ઈન્ડિયન ટીમના બેકઅપ ફિઝિયો યોગેશ પરમાર પણ કોરોના સંક્રમિત મળી આવતા ઈન્ડિયન ટીમે એક દિવસ પહેલા પ્રેક્ટિસ કરવાનું પણ બંધ કરી દીધું હતું. તેવામાં મીડિયા અહેવાલો અને પ્રાપ્ત થતી માહિતી અનુસાર બીસીસીઆઈની વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન ઘણા ખેલાડીઓ મેચ રમવાના પક્ષમાં નહતા. ત્યારપછી બીસીસીઆઈએ ઇસીબીને જાણકારી આપી હતી.

 

ઇસીબીના એક નિવેદને વિવાદ સર્જ્યો

સમગ્ર વિવાદ ઇસીબીના ફક્ત એક નિવેદનથી વકર્યો છે. ઇસીબીએ એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં મેચ રદ થવાની જાણકારી આપવામાં આવી હતી. નિવેદનમાં જણાવ્યા પ્રમાણે ઈન્ડિયન કેમ્પમાં કોરોનાનો પગપેસારો થતા તેમની ટીમ મેદાનમાં રમવા માટે ઉતરી શકે એવી સ્થિતિમાં નથી એવી માહિતી આપી હતી. અમે સમાચાર પત્રો, ફેન્સ અને પાર્ટનર્સ સમક્ષ માફી માગીએ છીએ. આનાથી ઘણા લોકો નિરાશ થયા હશે. જોકે આ ઇસીબીનું સુધારેલું નિવેદન છે. આની પહેલા જાહેર કરેલા નિવેદનમાં ઇસીબીએ લખ્યું હતું કે ઈન્ડિયન ટીમે મેચ રમવાની ના પાડી હોવાથી ઇંગ્લેન્ડ આ મેચ જીતી ગયું છે. જે ગણતરીના કલાકોમાં હટાવી દેવાયું હતું.

શા માટે ભારતીય પ્લેયર્સ મેચ રમવાની તરફેણમાં ન હતા?

ચોથી ટેસ્ટ દરમિયાન હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફીલ્ડિંગ કોચ આર શ્રીધર અને ફિઝિયો નીતિન પટેલ કોવિડ પોઝિટિવ મળી આવ્યા હતા. પાંચમી ટેસ્ટ શરૂ થાય તે પહેલા ઈન્ડિયન ટીમના બેકઅપ ફિઝિયો યોગેશ પરમાર પણ કોરોના સંક્રમિત મળી આવતા ઈન્ડિયન ટીમે એક દિવસ પહેલા પ્રેક્ટિસ કરવાનું પણ બંધ કરી દીધું હતું. તેવામાં મીડિયા અહેવાલો અને પ્રાપ્ત થતી માહિતી અનુસાર બીસીસીઆઈની વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન ઘણા ખેલાડીઓ મેચ રમવાના પક્ષમાં નહતા. ત્યારપછી બીસીસીઆઈએ ઇસીબીને જાણકારી આપી હતી.

કોણ જીત્યું? કોણ હાર્યું?: અંતિમ નિર્ણય મેચ રેફ્રી કરશે

હવે બંને ટીમમાંથી કોણ સિરીઝ જીતી છે કે પછી મેચ ડ્રો થયો છે તે બાબતનો અંતિમ નિર્ણય મેચ રેફરી ક્રિસ બ્રોડ લેશે. તેવામાં જો મેચ રદ કરવામાં આવી તો ઈન્ડિયાએ સિરીઝ ૨-૧થી જીતી લીધી હોય તેમ માનવમાં આવશે. વળી, જો બ્રોડે ઇંગ્લેન્ડને વોકઓવર આપી દીધું તો સિરીઝ ૨-૨થી બરાબર થઈ જશે. આ સમગ્ર વિવાદ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના કારણે થઈ રહ્યો છે. જોકે ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્લેઇંગ કંડિશનમાં કોરોનાના કેસ સામે આવતા મેચ રદ કરવી જ યોગ્ય નિર્ણય હતો તેમ અનુમાન લગાવાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.